Western Times News

Gujarati News

નડિયાદ GIDCમાં એક મસાલા ફેકટરીમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

દરોડામાં મરચાં પાવડર, અખાદ્ય કલર તથા મકાઈ લોટ નો અંદાજે રૂપિયા ૪.૫૯ લાખનો આશરે ૯૪૭૨ કીગ્રા નો જથ્થો જપ્ત….

“મરચાં મસાલામાં ભેળસેળ કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર ની લાલ આંખ

ખોરાક ઔષધ નિયમનતંત્રના કમિશ્નર એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે, ફૂડ સેફ્ટી કમિશનરને મળેલ બાતમીના આધારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરી પર ઓચિતો દરોડો પાડવામાં આવ્યો હતો અને કલરવાળા મરચાં નો અંદાજે રૂપિયા ૪.૫૯ લાખનો આશરે ૯૪૭૨ કીગ્રા નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે,ગાંધીનગર તથા નડિયાદ જિલ્લાની સયુંકતપણે  કરવામાં આવેલ દરોડામાં નડિયાદ જીઆઇડીસી માં ભરતભાઈ બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિ મરચામાં મકાઈનો લોટ, અખાદ્ય કલર, હલકુ મરચું ભેળસેળ કરતા વ્યકિતને તંત્ર દ્વારા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.

આ દરોડામાં મરચાં પાવડર, અખાદ્ય કલર તથા મકાઈ લોટ ના કૂલ- ૬ નમૂનાઓ  ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લઈ ચકાસણી અર્થે લોબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે અને કૂલ આશરે ૯૪૭૨કીગ્રા (  રૂ. ૪,૫૯,૭૪૦/- ) નો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે કહ્યુ કે,આ રેડમાં કુલ આશરે ૬૪ કિગ્રાં નો અખાદ્ય કલરનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે જે અતિ મહત્વનું છે  અને  જેનાથી હજારો કિલોમાં આવા કલરવાળા મરચાં પાવડર ને બનાવી શકાય છે. જેના સેવનથી કૅન્સર થવાનું ગંભીર જોખમ રહ્યુ છે.નમૂનાની પરિણામ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.