ગોધરામાં ગેરકાયદેસર છાપરા બનાવી જમીન પર કબજાે જમાવનાર સામે લેન્ડગ્રેેબિંગનો ગુનો દાખલ

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા ના અંકલેશ્વર મહાદેવ રોડ પર આવેલી જમીન પર નાનું મંદિર અને ચાર જેટલા નાના શેઢવાળા છાપરા બનાવી જમીનમાં ગેરકાયદે કબ્જાે કરવામાં આવતા ગોધરા એ ડીવીઝન પોલીસે ચાર વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ ના ચક્રોગતિમાન કર્યા છે.
ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અરવિંદભાઈ નગીનદાસ શાહ એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ગોધરા ના અંકલેશ્વર મહાદેવ રોડ પર મારી એક ગુંઠા જેટલી જમીન આવેલી છે જે જમીન પર (૧) લક્ષ્મણભાઇ ઉર્ફે મફતભાઇ ભીખાભાઇ દંતાણી
(ર) રાજેશભાઇ લક્ષ્મણભાઈ દંતાણી (૩) સંપતભાઇ લક્ષ્મણભાઇ દેતાણી (૪) મુકેશભાઇ લક્ષ્મણભાઇ દંતાણી તમામ રહે.-અંકલેશ્વર મહાદેવ રોડ ગોધરા નાઓ છેલ્લા પાંચેક વર્ષથી વચ્ચેના ભાગે નાનુ મંદિર જેવું બનાવી તેમજ જમીનના દક્ષિણ દિશાની સાઇડે એક બીજાને અડીને ચાર નાના-નાના પતરાના શેઢવાળા છાપરા બનાવી
તથા જમીનની ઉત્તરની સાઇડે એક પતરાના શેઢવાળુ મોટું છાપરૂ બનાવી નગરપાલીકા વેરા પહોંચ,આકારણી અને એમ.જી.વી.સી.એલ માંથી લાઇટનું કનેકશન લક્ષ્મણભાઈ ના નામનું મેળવી અનઅધિકૃત રીતે કબજાે કરી રહેવાનુ ચાલુ કરતા
તેઓને જમીન માલિકે અવાર નવાર તેઓની ઉપરોકત જમીનમાં કરેલ કબજાે છોડી દેવા તથા કબજાે પરત સોંપી દેવા માટે જણાવવા છતા આ આરોપીઓએ જમીનમાં ગેરકાયદે કબજાે કરી ને પરત નહી સોપી કબજાે ચાલુ રાખતા ફરીયાદી અરવિંદભાઈ શાહે સરકાર ના લેન્ડ ગ્રેબિંગ એકટના કાયદા મુજબ જીલ્લા કલેકટર ને અરજી કરતા સુનાવણીના અંતે ફરીયાદ દાખલ કરવાનો હુકમ થતા
તેઓએ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર વ્યક્તિ ઓ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે જમીન પચાવી પાડવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.