Western Times News

Gujarati News

ગણદેવીના પરેશ અધ્વર્યુને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા

ગણદેવી, નવસારી જિલ્લાના ગણદેવી ગામે રહેતા અને ચાર દાયકાથી પણ વધારે સમયથી પત્રકારત્વ ક્ષેત્રે તેમજ સામાજિક સેવાકીય ક્ષેત્રે યોગદાન આપી રહેલ પરેશભાઈ અધ્વર્યુ ને તેમની પત્રકારત્વ અને સામાજીક ક્ષેત્રની સેવાઓ બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ના વરદ હસ્તે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને તારીખ ૧૭મી ફેબ્રુઆરી ગુરૂવારના રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા

આ સન્માન કરતા મુખ્યમંત્રીએ તેમની સેવાઓને બિરદાવી હતી અને મુક્ત કંઠે પ્રશંસા કરી સરકાર સાથે આવા સેવકો અને આવી સેવાકીય સંસ્થાઓ જાેડાય તો સોનામાં સુગંધ ભળે એવું જણાવ્યું હતું તેમણે પરેશભાઈ એ કર્યું ને નીડર પત્રકાર લેખાવી સમાજ માટે સતત રચનાત્મક કામ કરનાર લેખ આવ્યા હતા.

પરેશભાઈ અધ્વર્યુ ગણદેવીના રહીશ છે પત્રકારત્વ ક્ષેત્રે મુંબઈ સુરત તેમજ નવસારી ના વિવિધ દૈનિકો ગુજરાતી માં તેમની યોગદાન આપી રહ્યા છે. છેલ્લા ૪૩ વર્ષો થી પણ વિશેષ વર્ષોથી તેઓ પત્રકારત્વ અને સામાજિક સેવાકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે નવસારી જીલ્લા ગ્રામીણ પત્રકાર સંઘ ના સતત છ વર્ષ સુધી તેઓ પ્રમુખ રહ્યા હતા

તેમજ હાલમાં ગણદેવી તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ પદે છે તેઓ ક્ષય રોગ અને રક્તપિત્ત રોગના દરદીઓ માટે પણ છેલ્લા ચાર દાયકાથી પણ વિશેષ વર્ષોથી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લા ક્ષય નિવારણ મંડળ સાથે સાથે રહ્યા છે સતત બાર વર્ષ સુધી મંડળના પ્રમુખ હતા એ પૂર્વે તેઓ મંડળના સેક્રેટરી પણ રહ્યા હતા.

આ ઉપરાંત લાયન્સ ઇન્ટરનેશનલ ના પણ વિવિધ હોદ્દાઓ પર રહ્યા છે ગણદેવી લાયન્સ ક્લબના સતત બે વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા.નગરની વિવિધ શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા રહ્યા છે ગણદેવી પીપલ્સ બેંકના ડિરેક્ટર પદે છેલ્લી ત્રણ ટર્મથી સતત ચૂંટાતા આવ્યા છે

રચનાત્મક અભિગમ સાથે તેઓ કાર્યરત રહ્યા હોય જનસમૂહમાં ખૂબ જ પ્રિય રહ્યા છે છેલ્લા બે વર્ષોથી તેમના ૭૫ થી પણ વધારે આલ્બમ સોંગ્સ અને શોર્ટ ફિલ્મો ખૂબ જ સફળતા પૂર્વક અદાકારી કરી ચૂક્યા છે. ખૂબ જ લો પ્રોફાઇલ અને સાદું જીવન જીવવું અને અન્યોને મદદરૂપ થવું એમનો જીવનનો મુખ્ય જઈ રહ્યો છે. ગણદેવી નગરની વિવિધ સંસ્થાઓએ ગણદેવી નું ગૌરવ લેખાવી એમને અભિનંદનની વર્ષા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.