Western Times News

Gujarati News

પૂર્વ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે. એક પછી એક નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક દિગ્ગજ નેતાનુ નામ સામે આવ્યુ છે. અમદાવાદ કોંગ્રેસના વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યુ છે. અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયુ છે.

જયરાજસિંહ પરમાર બાદ હવે વધુ એક નેતાનું રાજીનામું પડ્યું છે. આ ઉપરાંત અન્ય કોર્પોરેટર પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજીનામુ આપશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્‌યા છે. પોતાને પ્રાધાન્ય મળતુ ન હોવાની ફરિયાદ સાથે નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ અનેક નેતાઓની નારાજગી સામે આવી છે.

લકાડુ અને આક્રમક મિજાજ ધરાવતા નેતાઓ પણ કોંગ્રેસ છોડવાની ફિરાકમાં છે. ત્યારે આ લિસ્ટમાં દિનેશ શર્માનું નામ જાેડાયુ છે. દિનેશ શર્મા અગાઉ વારંવાર પક્ષ સામે નારાજગી દર્શાવી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા તેમણે પત્રમા લખ્યુ કે, હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપુ છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું.

હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત ર્નિણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતા પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.