Western Times News

Gujarati News

સચિન તેંડુલકર સાત કલાકના લેશનની સીરિઝ દ્વારા ક્રિકેટની ટેકનીક શીખવશે

અનએકેડેમીએ સચિન તેંડુલકર સાથે ‘ક્રિકેટ વિથ સચિન’ સાથે શરૂઆત કરી 

ભારતનાં સૌથી મોટું લર્નિંગ પ્લેટફોર્મ* અનએકેડેમીએ આજે નવા લર્નિંગ પ્રોડક્ટ ‘અનએકેડેમી આઇકોન્સ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે ઉદ્યોગના દિગ્ગજો દ્વારા શીખવવામાં આવતો માળખાગત અભ્યાસ પ્રદાન કરવા બનાવવામાં આવ્યું છે.

અનએકેડેમી આઇકોન્સ સ્પોર્ટ્સ, કળા, વ્યવસાય, લીડરશિપ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોને એકમંચ પર લાવે છે અને તેમની કુશળતાના વિષયો પર બનાવેલા લેશન આપે છે. અનએકેડેમી આઇકોન્સ સમગ્ર દેશના લર્નર્સ કે વિદ્યાર્થીઓને સિંગલ સબસ્ક્રિપ્શન સાથે તેમની પાસેથી શીખવાની તક આપશે. આ તમામ લેશન શરૂઆતમાં અંગ્રેજી, હિંદીમાં ઉપલબ્ધ થશે અને પછી મરાઠી, કન્નડ, તેલુગુ અને તમિલમાં ઉપલબ્ધ થશે.

પ્રથમ આઇકોન્સ સેગમેન્ટ – ‘ક્રિકેટ વિથ સચિન’ વિશ્વના મહાન ક્રિકેટ સચિન તેંડુલકર સાથે જોડાણમાં તૈયાર થયું છે, જે સ્પોર્ટ્સ લર્નિંગ કેટેગરીમાં તેમની સાથે મજબૂત કન્ટેન્ટ-સંચાલિત ઇન્ટિગ્રેશનનો ભાગ છે. સચિન સાત કલાકના 31 ઇન્ટરેક્ટિવ લેશનની સીરિઝ દ્વારા અનએકેડેમીના લર્નર્સને માર્ગદર્શન આપશે. આ અભ્યાસક્રમ સચિન તેંડુલકર અને તેમના ભાઈ અજિત તેંડુલકરે સંયુક્તપણે તૈયાર કર્યો છે.

આઇકોન્સ માટે પ્રી-બુકિંગ 23 ફેબ્રુઆરીના રોજ મર્યાદિત પ્રાઇસ રૂ. 299 સાથે શરૂ થશે, જે એક વર્ષની વેલિડિટી ધરાવે છે. પ્રથમ 10 સેશન 28 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પછી 21 લેશન આગામી અઠવાડિયાઓમાં રીલિઝ થશે.

આ અભ્યાસક્રમ ઇન-શો ગ્રાફિક્સ અને એનિમેશન જેવી વિવિધ ખાસિયતો ધરાવે છે, જે લેશનને રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ બનાવે છે. કોર્સનો અભ્યાસક્રમ દરેક પ્રકરણ વચ્ચે ક્વિઝ ઓફર કરશે, જે લર્નરની અભ્યાસની સફરમાં જાણકારી ચકાસવા બેન્ચમાર્ક તરીકે કામ કરશે.

આ પ્રસંગે અનએકેડેમી ગ્રૂપના સહ-સ્થાપક અને સીઇઓ ગૌરવ મુંજાલે કહ્યું હતું કે, “અમે અનએકેડેમી આઇકોન્સ ઉદ્યોગના દિગ્ગજો સાથે ભારતમાં કેટલાંક મહત્વાકાંક્ષી અભ્યાસક્રમો માટે માળખાગત અભ્યાસક્રમોનું પ્લેટફોર્મ પ્રસ્તુત કરવા વિકસાવ્યું છે.

અમારું પ્રથમ સ્ટેપ જગપ્રસિદ્ધ ક્રિકેટર સચિન સાથે ક્રિકેટ માટેની ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમને સર્વસુલભ કરવાનું છે. અમે અભ્યાસક્રમ વિકસાવવા અમારી સાથે જોડાઈને કામ કરવા બદલ સચિનના આભારી છીએ, જે કુશળતા વધારવા કે શીખવા માટે ક્રિકેટ કન્ટેન્ટ માટે આતુર કોઈ પણ લર્નરને મળશે. અમને આશા છે કે, દેશભરના લર્નર્સને કસ્ટમાઇઝ ટોપિક્સથી લાભ થશે, જે કાળજીપૂર્વક ડિઝાઇન કરી છે અને એનું વિતરણ કર્યું છે.”

ભારતનાં પૂર્વ ક્રિકેટર અને ચેન્જમેકર સચિન તેંડુલકરે કહ્યું હતું કે, “સ્પોર્ટ્સ જીવન સાથે સંબંધિત કેટલીક કુશળતાઓ લાવવાની સંભવિતતા ધરાવે છે, જેમ કે ખંત, ધૈર્ય, ટીમવર્ક, આત્મવિશ્વાસ વગેરે. ક્રિકેટ ભારતમાં સૌથી મોટી રમત છે અને મેં ક્રિકેટમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણને સર્વસુલભ બનાવવાના અમારા વિઝન સાથે અનએકેડેમી સાથે જોડાણ કર્યું છે,

જેના થકી અમે ભારતના તમામ વિસ્તારોમાં અને દુનિયાના અન્ય ભાગોમાં આ સુંદર રમતને શીખવામાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચી શકીશું. મને ખરેખર આશા છે કે, અમે પ્લેટફોર્મ માટે બનાવેલી આ માળખાગત અભ્યાસક્રમ અને રસપ્રદ કન્ટેન્ટ મારા જીવનના બોધપાઠોમાંથી તૈયાર કરી છે, જે દરેકને મદદરૂપ થશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.