Western Times News

Gujarati News

જો કોઇ ત્રીજો દેશ વચ્‍ચે આવ્‍યો તો તેની વિરૂધ્‍ધ પણ કાર્યવાહી થશેઃ પુટીન

મોસ્‍કો, રૂસના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમિર પુટીને આખરે આજે યુક્રેન વિરૂધ્‍ધ એલાન-એ-જંગનું એલાન કર્યું છે. તેમણે સૈન્‍ય કાર્યવાહીનું એલાન કરતા યુક્રેનના સૈન્‍યને શસ્ત્રો મુકી અને ઘરે પાછા ફરવા કહ્યું છે. પુટીને એવી ધમકી પણ આપી છે,

કે જો કોઇ ત્રીજો દેશ વચ્‍ચે આવ્‍યો તો તેની વિરૂધ્‍ધ પણ કાર્યવાહી થશે. President Volodymyr Zelensky has confirmed that military installations around Ukraine are under attack and that he’s spoken to President Biden. “Stay calm, stay at home, the army is doing its work,” he urged Ukrainians

દરમિયાન પાટનગર કીવ સહિત યુક્રેનના કેટલાક વિસ્‍તારોમાં વિસ્‍ફોટો થયા હતા. કીવ એરપોર્ટને પણ કબ્‍જામાં લેવાનો પ્રયાસ થયાનું અનુમાન છે. રૂસે યુક્રેન ઉપર ક્રુઝ અને બેલેસ્‍ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. રૂસની કાર્યવાહી પર અમેરિકી રાષ્‍ટ્રપતિ બાઇડને કહ્યું છે કે, તબાહી માટે રૂસ જવાબદાર રહેશે.

દરમિયાન યુક્રેનના શહેર ખાર્કિવમાં પણ ધડાકા થયાનું બહાર આવ્‍યું છે. આજે સવારે ડોનેસ્‍ટકમાં પણ ૫ ધડાકા થયા હતા. સ્‍થિતિ વણસતા કીવ એરપોર્ટ ખાલી કરાવાયું છે. સ્‍ટાફ અને યાત્રિકોને બહાર કાઢવામાં આવ્‍યા છે. યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું છે કે, પુટીને મોટા પાયે આક્રમણ શરૂ કર્યું છે. યુક્રેન ખુદની રક્ષા કરશે અને જીતશે.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્‍લાદિમીર પુતિને પોતાના ટેલિવિઝન ભાષણમાં પૂર્વ યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં વિશેષ સૈન્‍ય કાર્યવાહીનો આદેશ આપ્‍યો છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે રશિયા યુરોપમાં ભીષણ યુદ્ધ કરી શકે છે. આ સાથે પુતિને કહ્યું હતું કે રશિયા કોઈપણ કુરબાની માટે તૈયાર છે.

રશિયન પ્રમુખ વ્‍લાદિમીર પુટિને ગુરૂવારે યુક્રેનમાં લશ્‍કરી કાર્યવાહીની જાહેરાત કરતાં દાવો કર્યો કે તેમનો હેતુ નાગરિકોની સુરક્ષા માટે છે. ટેલિવિઝન સંબોધનમાં પુતિને કહ્યું કે આ કાર્યવાહી યુક્રેન તરફથી આવી રહેલી ધમકીઓના જવાબમાં કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઈ ધ્‍યેય નથી. પુતિને કહ્યું કે રક્‍તપાતની જવાબદારી યુક્રેનિયન ‘શાસન’ની છે. આ સાથે પુતિને અન્‍ય દેશોને પણ ચેતવણી આપી હતી કે રશિયન કાર્યવાહીમાં દખલ કરવાનો કોઈપણ પ્રયાસ ‘તેમણે ક્‍યારેય ન જોયો હોય તેવા પરિણામો’ તરફ દોરી જશે.

આ દરમિયાન એએફપી સમાચાર સંસ્‍થાના અહેવાલ અનુસાર, પુતિને યુક્રેનમાં રશિયાની કાર્યવાહીમાં હસ્‍તક્ષેપ કરનારાઓ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે પૂર્વ યુક્રેનના ડોનબાસ વિસ્‍તારમાં સૈન્‍ય કાર્યવાહીનો આદેશ આપ્‍યો છે. પુતિને યુક્રેનિયન સૈન્‍યને તેમના શષાો નીચે મૂકવા કહ્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને શસ્ત્રો નીચે મૂકવા કહ્યું છે. AFPએ આ જાણકારી આપી છે. પુતિને પૂર્વ યુક્રેનમાં વિશેષ સૈન્‍ય કાર્યવાહીનો આદેશ આપ્‍યો છે. યુદ્ધના વાતાવરણને જોતા યુક્રેનની અપીલ બાદ સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ફરી એકવાર ઈમરજન્‍સી સત્ર બોલાવ્‍યું છે જે હજુ પણ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.