Western Times News

Gujarati News

મુથૂટ ફાઇનાન્સે રેડ એફ 93.5 પર જ સુન્હેરી સોચ સિઝન -2 શરૂ કરી

સુન્હેરી સોચ મુથૂટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોનનો લાભ લઈને પોતાના સ્વપ્નોને સાકાર કરનાર લોકોની વાસ્તવિક પ્રેરક વાતોનું સંકલન છે

મુંબઈ, ગયા વર્ષે સુન્હેરી સોચની પ્રથમ સિઝન સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી મુથૂટ ફાઇનાન્સ હવે પ્રસ્તુત કરે છે – સુન્હેરી સોચ સિઝન 2 – જે મુથૂટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોનનો લાભ લઈને પોતાના સ્વપ્નો સાકાર કરનાર પાંચ સામાન્ય પુરુષો અને સ્ત્રીઓનાં વાસ્તવિક જીવનની પ્રેરક વાતોનું સંકલન છે.

આ વર્ષે સુન્હેરી સોચની થીમ –‘આત્મનિર્ભરતા’ અને એટલે સુન્હેરી સોચ સિઝન-2 સામાન્ય 5 લોકોની સફળતાની ગાથા રજૂ કરે છે, જેઓ મુથૂટ ફાઇનાન્સ ગોલ્ડ લોન્સની મદદ સાથે આત્મનિર્ભર અને સફળ વ્યવસાયિક વ્યક્તિઓ બન્યાં છે.

આ વાતોનો ઉદ્દેશ અન્ય લાખો ભારતીયોને આત્મનિર્ભર બનવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા પૂરી પાડવાનો છે, જેનું વર્ણન બોલીવૂડની પીઢ અભિનેત્રી માધુરી દિક્ષિત નેનેએ કર્યું છે, જેઓ સુપરહિટ્સ રેડ એફએમ 93.5 પર નવા અવતાર ધારણ કરશે.

આ જીવનકથાઓ મુથૂટ ગ્રૂપ અને રેડ એફએમની અધિકૃત યુટ્યુબ ચેનલ્સની સાથે www.sunherisoch.com પર એનિમેટેડ વીડિયોની સીરિઝ દ્વારા રજૂ થઈ છે. આ અભિયાન અતિ પડકારજનક સમયમાં સફળતા મેળવનાર આ પ્રકારની પ્રેરક વ્યક્તિઓના સાહસને સલામત કરતાં રેડ એફએમના ટોપ આરજેને દર્શાવતા રસપ્રદ સુન્હેરી સોચ એન્થેમ સાથે શરૂ થયું છે.

આ અભિયાન વિશે મુથૂટ ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર એલેક્ઝાન્ડર જ્યોર્જ મુથૂટે કહ્યું હતું કેઃ

“મુથૂટ ફાઇનાન્સમાં અમારો ઉદ્દેશ સમાજના તમામ વર્ગોના લોકોને હંમેશા ટેકો આપવાનો અને નાણાકીય સર્વસમાવેશકતાને આગળ વધારવાનો છે, ખાસ કરીને મર્યાદિત સંસાધનો હોવા છતાં અમર્યાદિત મહત્વાકાંક્ષાઓ ધરાવતા લોકોને. અત્યાર સુધી અમે કરોડો ભારતીયોને અમારી પાસેથી ગોલ્ડ લોનનો લાભ લઈને સફળતા મેળવતાં જોયા છે. સુન્હેરી સોચ તેમની દ્રઢ નિર્ણાયકતા, એકકેન્દ્રિતતા અને મહેનતને બિરદાવવાનો પ્રયાસ છે.

આ અભિયાન આ સામાન્ય લોકોની પ્રેરક સ્ટોરીને દર્શાવે છે. આ ખરાં અર્થમાં ખંત, અવરોધો સામે લડવા અને પોતાના સ્વપ્નો સાકાર કરવા ગોલ્ડ લોનનો ઉપયોગ કરનાર વાસ્તવિક વ્યક્તિઓના જીવન સંઘર્ષનું સંકલન છે. અમને સુન્હેરી સોચની આ સિઝન માટે માધુરી દિક્ષિત નેને સાથે જોડાણ કરવાની અતિ ખુશી છે.”

આ વિશે વધારે જાણકારી આપતાં મુથૂટ ગ્રૂપના માર્કેટિંગ એન્ડ સ્ટ્રેટેજીના જનરલ મેનેજર અભિનવ ઐયરે કહ્યું હતું કેઃ

“સુન્હેરી સોચ સામાન્ય લોકોની સફળતાની ઉજવણી છે, જેને અમે મુથૂટ ફાઇનાન્સમાં સક્ષમ બનાવી છે. ગયા વર્ષે સિઝન-1ને જબરદસ્ત પ્રતિસાદથી પ્રેરિત થઈને અમે રેડએફ સાથે સિઝન-2 માટે ફરી જોડાણ કરવાનો માર્ગ છે.

આ સિઝનમાં અમે મુથૂટ ફાઇનાન્સ પાસેથી સમયસર મદદ મેળવીને આત્મવિશ્વાસથી આત્મનિર્ભરતા સુધીની સફર ખેડનાર સામાન્ય ભારતીયોની સફળતાની સ્ટોરીઓ પ્રસ્તુત કરે છે. સુન્હેરી સોચની સીરિઝ દ્વારા અમે અન્ય લાખો ભારતીયોને પ્રેરિત કરવા ઇચ્છીએ છીએ, જેઓ આત્મનિર્ભરતાના માર્ગે અગ્રેસર છે, જેમાં રેડિયો પર નવા અવતારમાં પ્રસ્તુત થનાર માધુરી દિક્ષિત નેનેએ સુંદર રીતે પ્રેરક સ્ટોરીનું વર્ણન કર્યું છે!”

મુથૂટ ફાઇનાન્સ સાથે પોતાના જોડાણ પર માધુરી દિક્ષિત નેનેએ કહ્યું હતું કેઃ

“હું મુથૂટ ફાઇનાન્સ અને તેમના સુન્હેરી સોચ 2 અભિયાન સાથે જોડાણ કરીને અતિ ખુશ છું. હું મુથૂટ ફાઇનાન્સ ગોલ્ડ લોન્સ કેવી રીતે ભારતીયોને સરળતાપૂર્વક અને સુલભતાપૂર્વક ધિરાણ આપીને તેમના સ્વપ્નો સાકાર કરવામાં મદદ કરે છે એ જાણીને ખુશ થઈ હતી. મને ખાતરી છે કે, ગ્રાહકોની આ વાસ્તવિક સ્ટોરી અન્ય લોકોને સફળતા મેળવવા અને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરશે.”

આ જાહેરાત પર રેડ એફએમ અને મેજિક એફએમના ડિરેક્ટર અને સીઓઓ નિશા નારાયણને કહ્યું હતું કેઃ

“મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સુધી પહોંચવા રેડિયોની સૌથી મોટી તાકાત છે અને મુથૂટ ફાઇનાન્સે આ અભિયાન માટે તેમના લક્ષિત વર્ગ સુધી પહોંચવા અને જોડાણ સ્થાપિત કરવા તેનો ઉપયોગ કર્યો છે. અમને મુથૂટ ફાઇનાન્સ સાથે રેડ એફએમ 93.5 પર સુન્હેરી સોચ સિઝન 2 શરૂ કરવા ફરી જોડાણ કરવાની ખુશી છે. એની પાછળનો વિચાર ગોલ્ડ લોનની ક્ષમતાને પ્રદર્શિત કરવા રેડ એફએમના શ્રોતાઓ સુધી પહોંચવાનો છે. ડિજિટલ સાથે ડાયનેમિક ઓડિયો વર્ણન આ અભિયાન માટે અમારું હાર્દ છે.”

આ જાહેરાત પર માઇન્ડશેરના સીનિયર વીપી રુચિ માથુરે કહ્યું હતું કેઃ

“જ્યારે માનવજાત એના સૌથી મુશ્કેલ તબક્કાઓમાંથી પસાર થઈ રહી છે, ત્યારે સુન્હેરી સોચ 1.0એ આશા અને પ્રેરણાનો સંચાર કર્યો હતો. અમારી સ્ટોરી લાખો શ્રોતાઓ સુધી પહોંચી હતી અને તેમના જીવનમાં પરિવર્તનની શરૂઆત કરી હતી. સુન્હેરી સોચ 2.0 આ દિશામાં એક વધુ પગલું છે અને સમાજના મોટા વર્ગના જીવનમાં પરિવર્તન લાવવા પ્રોત્સાહનરૂપ છે. અમને મુથૂટ ફાઇનાન્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે, કારણ કે તેમણે ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાનો નિર્ધાર કર્યો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.