Western Times News

Gujarati News

યુક્રેનની શાંતિની અપીલ, રશિયા શરતો સાથે વાતચીત માટે તૈયાર

મોસ્કો, રશિયાએ સતત બીજા દિવસે યુક્રેન પર તેના આક્રમક હુમલા જારી રાખ્યા છે. તેના બચાવમાં યુક્રેન પણ રશિયા પર હુમલો કરી રહ્યું છે. રશિયન સેના ઉત્તરપૂર્વ અને પૂર્વમાં યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહી છે. સમાચાર એજન્સી એએફપી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તે જ સમયે, યુક્રેન શાંતિ ઇચ્છે છે અને નાટોના સંદર્ભમાં તટસ્થ સ્થિતિ સહિત રશિયા સાથે વાતચીત માટે તૈયાર છે.

આ વાત યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલિકે શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવી હતી. તેમણે ટેક્સ્ટ મેસેજ દ્વારા કહ્યું કે જાે વાતચીત શક્ય હોય તો થવી જાેઈએ. તેના જવાબમાં રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લવરોવે કહ્યું કે યુક્રેનની સેના શસ્ત્રો નીચે મૂકે પછી જ અમે વાતચીત માટે તૈયાર છીએ.

રશિયન સમર્થિત અલગતાવાદી નેતાઓ અપેક્ષા રાખે છે કે તેમના સૈનિકો યુક્રેનના ડોનેટ્‌સક અને લુહાન્સ્ક પ્રદેશોની સરહદો પર ખૂબ જ જલ્દી ખસી જશે. રશિયન સમાચાર એજન્સીઓએ શુક્રવારે અલગતાવાદી નેતાઓને ટાંકીને આ માહિતી આપી છે. મોસ્કોએ યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યું તે પહેલા આ અઠવાડિયે અલગતાવાદીઓને તેમની સ્વતંત્રતાને માન્યતા આપવામાં આવી હતી. તેઓ હાલમાં માત્ર પ્રાંતોના ભાગોને નિયંત્રિત કરે છે.

યુક્રેન જ્યારે શાંતિ મંત્રણા માટે અપીલ કરે છે ત્યારે રશિયાએ તેની શરતો પર સંમતિ દર્શાવી છે. દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે ચીન યુક્રેન સાથે વાતચીત માટે રશિયાને સમર્થન આપે છે.

રશિયાના વિદેશ પ્રધાન સર્જેઈ લવરોવે શુક્રવારે કહ્યું હતું કે મોસ્કો કિવ સાથે મંત્રણા કરવા તૈયાર છે, પરંતુ યુક્રેનિયન સૈન્યએ તે પહેલાં તેના શસ્ત્રો નીચે મૂકવો પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મોસ્કો યુક્રેન પર નિયો-નાઝીઓ દ્વારા શાસન કરવા માગતું નથી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધની ઘોષણા કર્યા બાદ ગુરુવારે રશિયાએ જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે પોતાનું આક્રમણ શરૂ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપિયન રાજ્ય પર આ સૌથી મોટો હુમલો છે.

ક્રેમલિને શુક્રવારે કહ્યું હતું કે યુક્રેન પર તેના આક્રમણ માટે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો મોસ્કો માટે સમસ્યાઓ ઊભી કરશે, પરંતુ તે સમસ્યાઓ ઉકેલવામાં આવશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે સંભવિત શિક્ષાત્મક પગલાં અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે રશિયાએ ઇરાદાપૂર્વક પ્રતિબંધોના જાેખમથી પોતાને બચાવવા માટે વિદેશી આયાત પરની તેની ર્નિભરતા ઓછી કરી છે.

યુક્રેનમાં ભારતીય દૂતાવાસ હજુ પણ કાર્યરત છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એમ્બેસીએ યુક્રેનમાં તમામ ભારતીયોને એડવાઈઝરી જારી કરી છે. સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, ભારત સરકાર હંગેરી અને રોમાનિયા થઈને ઈવેક્યુએશન રુટ સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.

રશિયાએ બ્રિટન પર વળતો પ્રહાર કર્યો, બ્રિટિશ એરલાઈન્સને તેના એરપોર્ટ પર ઉતરવા અને તેની હવાઈ ક્ષેત્રમાં ઉડવા પર પ્રતિબંધ મૂક્યો. એરોફ્લોટ પર બ્રિટનના પ્રતિબંધના જવાબમાં, રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ રશિયન એરસ્પેસમાં યુકેની ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ મૂક્યો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં યુક્રેનની સેનાની ૧૮ ટેન્ક, ૭ રોકેટ સિસ્ટમ અને ૪૧ મોટર વાહનોને નષ્ટ કરવામાં આવ્યા છે. તેમજ ૧૫૦થી વધુ યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે. મંત્રાલયે યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાના કબજાની પુષ્ટિ કરી છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયન દળો રાજધાનીમાં પ્રવેશી ચૂક્યા છે. રશિયન ટેન્કો અહીંથી માત્ર ૩૨ કિમી દૂર છે. તેમને રોકવા માટે યુક્રેનની સેનાએ ત્રણ પુલને ઉડાવી દીધા છે. ઝેલેન્સકીએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી ૯૬ કલાકમાં એટલે કે ૪ દિવસમાં કિવ રશિયાના કબજામાં આવી જશે. તેમણે કહ્યું કે રશિયન દળો રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. તેણે રશિયન નાગરિકોને આ યુદ્ધનો વિરોધ કરવાની અપીલ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.