Western Times News

Gujarati News

રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે સ્માર્ટફોન્સ મોંઘા થઇ શકે છે !

પ્રતિકાત્મક

નવીદિલ્હી, રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. યુક્રેને પણ પાછળ ન હટવાનો ર્નિણય કરી લીધો છે. આ યુદ્ધની અસર અન્ય દેશો પર પણ થઇ રહી છે, આ યુદ્ધના કારણે પહેલાથી જ ચિપ શોર્ટેઝનો સામનો કરી રહેલી ઇન્ડસ્ટ્રી પર વધુ ખરાબ અસર થશે.એના કારણે સ્માર્ટફોન પણ મોંઘા થઇ શકે છે. રિસર્ચ અનુસાર યુક્રેન નિયોન ગેસનો સૌથી મોટો પ્રોડ્યુસર છે, જેનો ઉપયોગ ચિપ બનાવવામાં ઉપયોગી લેઝર બનાવવા માટે થાય છે.

પેલેડીયમનો ૩૫ ટકા સોર્સ રશિયા જ છે. આ રેયર મેટલનો યુઝ પણ સેમીકંડકટર બનાવવા માટે કરવામાં આવે છે. આ બંનેની વચ્ચે તણાવ હોવાના કારણે આ એલિમેન્ટસનો એક્સપોર્ટ ઓછું થઇ ગયો છે અને તેનાથી મોટી કંપનીઓ જેવી કે ૈંહંીઙ્મને નુકશાન થઇ શકે છે, જે ૫૦ ટકા નિયોન લે છે.

કંપનીઓ ચીન, અમેરિકા અને કેનેડા જઈને સપ્લાયને બુસ્ટ કરી શકે છે. પણ તેને હજુ વધારે સમય લાગશે. માઈક્રો-ચિપની શોર્ટેઝ વર્ષ ૨૦૨૧ની સૌથી મોટી સમસ્યા હતી. અનેક એનાલિસ્ટોએ અંદાજાે લગાવ્યો હતો કે, આ સમસ્યા વર્ષ ૨૦૨૨મા ખતમ થઇ જશે.હવે આ યુદ્ધના કારણે આ શક્ય થશે એવું લાગતું નથી. અમેરિકાએ રશિયા પર જે પ્રતિબંધો લગાવવાની વાત કરી છે, તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે માઇક્રોચિપની સપ્લાયને રશિયા બંધ કરી દેશે.

ચિપ બનાવનાર કંપનીઓ એક-બે અઠવાડિયા સુધી આ સમસ્યાને હોલ્ડ પર રાખી શકે છે. પણ, વધુ સમય માટે સપ્લાય બંધ રહી તો તેનો મોટો અસર આ ઇન્ડસ્ટ્રી પર જાેવા મળશે. આનાથી સેમી કંડકટરનું પ્રોડક્શનને તો અસર થશે જ સાથે માઈક્રોચિપ બનાવનાર પ્રોડક્ટ્‌સ જેવા કે, સ્માર્ટફોન્સ, કાર પણ મોંઘા થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.