Western Times News

Gujarati News

રશિયા પર આર્થિક પ્રતિબંધોની મોટી અસર, કરન્સી રૂબલ ૩૦ ટકા ગગડી

મોસ્કો, યુક્રેન અને રશિયા વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ છે. કિવથી ધડાકા અને ફાયરિંગની અનેક ઘટનાઓ સામે આવી છે. અમેરિકા- બ્રિટન સહિત અનેક દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. આ દેશ રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને હથિયારો આપી રહ્યા છે.

પરંતુ દુનિયા પર હજુ પણ પરમાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ન્યૂક્લિયર ફોર્સને અલર્ટ કરી દીધી છે. જેના જવાબમાં પરમાણુ નિગરાણી એજન્સીએ એક મહત્વની બેઠક યોજવાનો ર્નિણય લીધો છે.

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયા પર અનેક દેશોએ આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે અને તેની અસર પણ દેખાવવા લાગી છે. રશિયાની કરન્સી રૂબેલમાં ૩૦ ટકાનો કડાકો જાેવા મળ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ દેશના રક્ષામંત્રી સાથે એક તસવીર શેર કરી છે અને કહ્યું કે અમે ૮૫ કલાકથી ડટેલા છીએ.

કોઈ પણ કિંમતે અમે હથિયારો હેઠા મૂકવા તૈયાર નથી. યુક્રેનની રાજધાની કિવ તરફથી રશિયાની સેનાનો ૫ કિલોીટર લાંબો કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. કિવ પર રશિયાની સેનાની કબજાની તૈયારી છે. રશિયાની સેના સામે યુક્રેન ઝૂકવા માટે તૈયાર નથી.

યુક્રેનની સેનાએ ડ્રોનથી રશિયાની મિસાઈલ સિસ્ટમને ટાર્ગેટ કરી છે. આ બાજુ અનેક રશિયન બેંકોને SWIFT બેંકિંગ સિસ્ટમથી હટાવવા પર સહમતિ બની ગઈ છે. રશિયાના સેન્ટ્રલ બેંક ઉપર પણ કેટલાક પ્રતિબંધ લાગી શકે છે.

કિવ અને ખારકિવમાં ફરીથી ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે. યુક્રેન તરફથી માહિતી અપાઈ છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૪ બાળકો સહિત ૩૫૨ નાગરિકો માર્યા ગયા છે. ગૂગલે યુક્રેનમાં ગૂગલ મેપ લાઈવ ટ્રાફિક ડેટાને અસ્થાયી રીતે રોક લગાવી છે. યુરોપિયન સિટિઝનશીપ અંગે રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. યુરોપિયન યુનિયને રશિયન નાગરિકોને મળનારી યુરોપિયન સિટિઝનશીપ પર રોક લગાવી છે.

ફૂટબોલની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફીફાએ રશિયા વિરુદ્ધ આકરું પગલું લીધુ છે. ફીફાએ રશિયામાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચોના આયોજન પર રોક લગાવી દીધી છે.

મેચો દરમિયાન રશિયન રાષ્ટ્રગીત ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની રશિયાની ન્યૂક્લિયર ફોર્સ જેમાં પરમાણુ હથિયારો, સામેલ છે તેને હાઈ અલર્ટ પર રાખવાનો આદેશ સ્વીકારી શકાય નહીં. તેનો અર્થ એ થયો કે રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધને આગળ વધારવા માંગે છે અને જે પ્રકારે તે આગળ વધારવા માંગે છે તે અસ્વીકાર્ય છે. આપણે તેમના એક્શનને દરેક પ્રકારે રોકવા પડશે.

યુક્રેનથી યુદ્ધ વચ્ચે રશિયાને સાઉદી અરબનો પણ સાથ મળ્યો છે. સાઉદી અરબ તરફથી કહેવાયું છે કે તેઓ OPEC PLUS સમજૂતિ માટે પ્રતિબદ્ધ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.