Western Times News

Gujarati News

૧પમી માર્ચ પહેલાં કોરોનાના કેસ એક આંકડામાં રમતા થઈ જશે

(એજન્સી) અમદાવાદ, ચાલુ ફેબ્રુઆરી મહિનાના પ્રારંભથી જ કોરોના મહામારીની થર્ડ વેવ કાબુમાં આવી રહી છે. જાન્યુઆરી મહિનામાં જે પ્રકારે ઓમિક્રોનની હાજરીથી કોરોનાએે શહેરીજનોને ભયભીત કર્યા હતા એવો ડરનો માહોલ તો હવે અમદાવાદમાં ક્યાંય પણ નજરે ચડતો નથી.

કેમ કે દિવસેને દિવસે તે ઘટતી જતો હોઈ સામાન્ય ફ્લુના લક્ષણો ધરાવતો આ કોરોના ફેમિલી ડોક્ટરની દવાથી પણ ગાયબ થવા લાગ્યો છે. એટલે તબીબો એવું માની રહ્યા છે કે આગામી ૧પમી માર્ચ પહેલાં કોરોનાના કેસ એક આંકડામાં એટલે કે આઠ-નવ કેસમાં રમતા થઈ જશે.

હજુ જાન્યુઆરીમાં કોરોનાએ લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. એ વખતે થર્ડ વેવની મહાસુનાી આખા અમદાવાદમાં ફરી વળી હતી અને ઘેર ઘેર ઓમિક્રોનના કારણે કોરોનાના દર્દીના ખાટલા જાેવા મળતા હતા. જાે કે ડેલ્ટા કરતા કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન તેના હળવા લક્ષણોથી લોકો માટે વધુ જાેખમી બન્યો નહોતો. આ ઉપરાંત વેક્સિનેશનના કારણે પણ શરીરમાં એન્ટીબોડી વિકસિત થવાથી અમદાવાદીઓએ કોરોનાની થર્ડ વેવને સહેલાઈથી પરાસ્ત કરી હતી.

જાન્યુઆરીમાં કોરોનાના કુલ ૧,૧૯,૧૮૬ કેસ નોંધાઈને કુલ ૧૦૧ દર્દીને કોરોના ભરખી ગયો હતો. આની સરખામણીમાં આ મહિનાના પહેલા ૧પ દિવસમાં માત્ર ૧૯,પ૧૮ કેસ નોંધાઈને મૃત્યુઆંક પણ ઘટીને ૮પ થયો હતો. તા.૩જી ફેબ્રુઆરીએ કોરોનાના સૌથી વધુ ૩૩૦૯ કેસ નોંધાયા હતા. પરંતુ હવે કોરોનાનાં વળતા પાણી હોઈ તા.૧૬મી ફેબ્રુઆરીથી ગઈકાલ તા.ર૭મી ફેબ્રુઆરી સુધી શહેરમાં ફક્ત ૧૪૧૩ જ કેસ નોંધાયા છે.

કોરોના કાબુમાં આવ્યો હોઈ ર૪મી જાન્યુઆરીને શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ એરિયાનો આંક ર૦૦ની નજીક એટલે કે ૧૯ર હતો. પરંતુ હવે સમગ્ર અમદાવાદ માઈક્રો કન્ટેન્મેન્ટ ફ્રી શહેર બન્યુ છે. ૧૮મી ફેબ્રુઆરીથી શહેરનું એક પણ ઘર કે એક પણ નાગરીક મ્યુનિસિપલ તંત્રની નજરકેદ હેઠળ નથી. કોરોના નિયંત્રણ હેઠળ કોઈ ટેસ્ટીંગ ડોમ પણ ઘટાડાયા છે.

તા.રપ મી ફેબ્રુઆરીએ કોરોનાનો થર્ડ વેવમાં પ્રથમવાર કરોનાના કેસ ત્રણ આંકડામાંથી ઘટીને બે આંકડામાંઅ ાવી ગયા છે. તે દિવસે શહેરમાં કોરોનાના નવા ૯૮ કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે તો તેમાં વધુ ઘટાડો નોંધાતા માત્ર ૭૭ કેસ જ થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.