Western Times News

Gujarati News

૧૬ રૂપિયામાં ૯૦ કિલોમીટર ચાલતી ઈલેક્ટ્રિક કારઃ ચારુસેટના ફેકલ્ટી- વિદ્યાર્થીઓનું સંશોધન

ચાંગા, હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો વધતા જતાં ભાવોથી ચિંતાતુર નાગરિકો માટે આનંદ અને રાહતના સમાચાર એ છે કે હવે એ દિવસો દૂર નથી કે તમે પેટ્રોલ-ડીઝલ વગર પણ સાવ નજીવા ખર્ચમાં પોતાનું વાહન ચલાવી શકશો.

વિખ્યાત ચરોતર યુનિવર્સીટી ઓફ લાયન્સ એન્ડ ટેકનોલોજી- ચારુસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ઈલેકિટ્રકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ દ્વારા અનોખી ર ઈલેકિટ્રક ગોલ્ફ કાર બનાવવામાં આવી છે. આ અગાઉ પણ વિદ્યાર્થીઓએ ૧ ઈલેકિટ્રક ગોલ્ફ કાર બનાવી હતી. આમ અત્યારે કેમ્પસમાં કુલ ૩ ઈલેકિટ્રક ગોલ્ફ કાર કાર્યરત છે.

આ કાર બેટરીથી ચાલે છે. કારમાં એક બેટરી નાખવામાં આવી છે અને આ બેટરી ચાર્જ કરવાનો ખર્ચ માત્ર ૧૬ રૂપિયા થાય છે અને તે ફુલ ચાર્જ કરવાથી ૯૦ કિ.મી. ચાલે છે. પ્રદુષણરહિત અને ધ્વનિરહિત આ ૬ સીટર ગોલ્ફ કાર ઈલેકિટ્રક અને મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન અને નિર્માણ કરવામાં આવી છે.

આ કાર બનાવવામાં ૧ માસ થયો હતો. વિદ્યાર્થીઓએ કારની ડિઝાઈન મેન્યુફેકચરિંગ અને એસેમ્બલ ચારુસેટમાં વર્કશોપમાં જ કર્યું હતું કારને જાન્યુઆરી ર૦રરથી પ્રાયોગિક ધોરણે કેમ્પસમાં ફેરવવાની શરૂઆત કરી હતી.

ભવિષ્યમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમના વધુ રિસર્ચ માટે આ કારનો ઉપયોગ થશે. હાલમાં ચારુસેટ કેમ્પસમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે આ કારનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનો આ ઈલેકટ્રિક કાર બનાવવાનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર ઈલેકિટ્રક મોબિલિટી અને પ્રદુષણમુકત ભારતના સંકલ્પને સાકાર કરવાનો છે. આ બન્ને કારના નિર્માણમાં કુલ ૧૮ વિદ્યાર્થીઓનું માતબર પ્રદાન છે.

આ કારના નિર્માણમાં પ્રોજેકટ ઈન્ચાર્જ ઈલેકિટ્રકલ એન્જિનિયરિંગ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જિગર સાગડા અને લેબ ટેકિનશિયન (ઈલેકિટ્રકલ) કલ્પેશ પટેલ, તિમિલ પટેલ, પ્રજ્ઞેશ પટેલનું પ્રદાન છે. આ સિદ્ધિ બદલ કેળવણી મંડળ- ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ. પટેલ- અશોક પટેલ- કિરણ પટેલ, કેળવણી મંડળના વગેરેએ કાર બનાવનાર વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.