Western Times News

Gujarati News

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી ડ્રગ્સ સાથે ૩ ઈસમોને SOGએ ઝડપી પાડ્યા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી મ્યાઉ મ્યાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે ૩ ઈસમોની કુલ રૂપિયા ૫ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ભરૂચ એસઓજીને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી.જેના આધારે વોચ ગોઠવતા ઈકો કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને પકડી પાડ્યો હતો.

ઈકો કાર નંબર જીજે ૫ આરઈ ૬૫૦૯ માં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી.ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં લઈ આવ્યા હતા.

મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો ૨૭ ગ્રામ ૩૮૦ મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો.ર્જીંય્ એ ત્રણે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી રૂપિયા ૨.૭૩ લાખનું એમ.ડી ડ્રગ્સ,ઈકો અમે અને ૪ મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

આ ડ્રગ્સ તેઓ સુરત કડોદરા ચોકડી ખાતેથી વેચાણ અર્થે લાવ્યા હતા.એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી પી.આઈ કે.ડી.મંડોરા એ હાથધરી છે અને સાથે જ ઝડપાયેલા એમ.ડી ડ્રગ્સના સેમ્પલ લઈ તેને તપાસ માટે હ્લજીન્ માં મોકલી આપવામાં આવ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.