Western Times News

Gujarati News

યુક્રેન પર કબજાે જમાવવાનો ઈરાદો ન હોવાનો યુનોમાં રશિયાનો દાવો

ન્યુયોર્ક, વેસિલી નેબેન્ઝ્‌યાએ યુએનમાં સ્પષ્ટ વાત કરતા કહ્યુ, રશિયાની યુક્રેન ઉપર કબજાે જમાવવાની ઈચ્છા નથી. આ સ્પેશિયલ ઓપરેશનનો હેતુ એવા લોકોની સુરક્ષા કરવાનો છે, જેઓ છેલ્લા આઠ વર્ષથી કિવ શાસન દ્વારા દુર્વ્યવહાર અને નરસંહારને આધિન છે. તેથી જ યુક્રેનને બિનલશ્કરીકરણ અને ડિ-નાઝીફાય કરવું જરૂરી છે.

રશિયા ડોનબાસમાં લોકોને બચાવવા જાેઈએ અને આઠ વર્ષ માટે નૃસંહાર અને અત્યાચાર માટે જવાબદારોને દંડિત કરવા જાેઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં વેસિલી નેબેન્ઝ્‌યાને યુક્રેનના હુમલાની નિંદા કરી.

કિવમાં સરકાર દ્વારા કરવામાં આવેલા ભયંકર ગુનાઓના ઉદાહરણ તરીકે રશિયન રાજદૂતે કિવમાં યુએસ સમર્થિત બળવાનો વિરોધ કરી રહેલા લોકોની હત્યાનો ઉલ્લેખ કર્યો, જ્યારે ઓડેસામાં એક બિલ્ડિંગમાં ૪૦ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા.

૧૮ ફેબ્રુઆરીના રોજ મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના નિવેદનની નોંધ લેતા યુએનના દૂતે કહ્યુ કે, રશિયા એવા શાસનથી પોતાનો બચાવ કરી રહ્યું છે જે પરમાણુ શસ્ત્રો સુધી પહોંચવાની ઇચ્છા ધરાવે છે.

યુક્રેનમાં નાટોની લશ્કરી સંપત્તિના પ્લેસમેન્ટથી રશિયાને એવા પગલાં લેવાની ફરજ પડી હશે જે મોસ્કો અને જાેડાણને સંઘર્ષની અણી પર મૂકશે.

યુક્રેન અને તેના પશ્ચિમી સમર્થકોએ રશિયા પર બિન ઉશ્કેરણીજનક આક્રમણનો આરોપ મૂક્યો છે અને ડોનેત્સક અને લુહાન્સ્કના બે છૂટાછવાયા પ્રદેશોમાં નરસંહાર અને અત્યાચારના આરોપોને ફગાવી દીધા છે. યુએનમાં કિવના રાજદૂત સેર્ગી કિસ્લિયસે કહ્યું દરેક વ્યક્તિ જાણે છે કે રશિયાએ એકલાએ આ આક્રમણ શરૂ કર્યું હતું.

યુ.એસ.ની વિનંતી પર યુએન જનરલ એસેમ્બલીની બેઠક થઈ રહી છે. જેણે ગયા અઠવાડિયે યુએન સુરક્ષા પરિષદમાં રશિયાની નિંદા કરવા અલ્બેનિયા સાથે સંયુક્ત ઠરાવ રજૂ કર્યો હતો જ્યાં તેને મોસ્કો દ્વારા વીટો કરવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.