Western Times News

Gujarati News

યૂક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાને કરી મુલાકાત

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના અનુભવો શેર કર્યા હતા.

પીએમને મળેલા આ વિદ્યાર્થીઓ વારાણસી તેમજ ઉત્તર પ્રદેશના અન્ય ભાગોના હતા. જાેકે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
એવામાં ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા લગભગ ૨૦ હજાર ભારતીયોને પીએમ મોદીએ ઓપરેશન ગંગા હેઠળ ત્યાંથી બહાર કાઢ્યા છે. ભારત સરકાર ત્યાં ફસાયેલા તેના વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. એટલા માટે યુક્રેનના પાડોશી દેશો સાથે વાત કર્યા બાદ તમામ ભારતીયોને સફળતાપૂર્વક પરત લાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે બચાવ કામગીરી ઝડપી બનાવી છે. વધુમાં વધુ ભારતીયોને લાવવા માટે તમામ ફ્લાઇટના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે. ૧૦ માર્ચ સુધીમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે મિશનમાં કુલ ૮૦ ફ્લાઇટ્‌સ તૈનાત કરવાની યોજના છે. આ ફ્લાઈટ્‌સ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, વિસ્તારા, ગો એર અને એરફોર્સની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી ૩૫ સ્થળાંતરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એર ઈન્ડિયાની ૧૪ ફ્લાઈટ્‌સ, એર ઈન્ડિયા એક્સપ્રેસની ૮, ઈન્ડિગોની ૭, સ્પાઈસ જેટની ૧, વિસ્તારાની ૩ અને ભારતીય વાયુસેનાની ૨ ફ્લાઈટ્‌સનો સમાવેશ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.