Western Times News

Gujarati News

અત્યાર સુધી ૬૪૦૦ ભારતીય યૂક્રેનથી પરત ફરી ચૂક્યા છે

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબજાે કરી લીધો છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે આજે વાતચીત કરી શકે છે. આ માટે રશિયન ડેલિગેશન બેલારુસ-પોલેન્ડ બોર્ડર પર પહોંચી ગયું છે. તો બીજી તરફ રશિયાના સૈન્ય ઓપરેશનથી ખરાબ રીતે પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે પ્રથમ એડવાઈઝરી જારી કરવામાં આવી ત્યારથી કુલ ૧૮,૦૦૦ ભારતીય નાગરિકોએ યુક્રેન છોડી દીધું છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં ૩૦ ફ્લાઈટ્‌સ યુક્રેનથી ૬,૪૦૦ ભારતીયોને પરત લાવી છે. આગામી ૨૪ કલાકમાં ૧૮ ફ્લાઈટ્‌સનું નિર્ધારણ કરવામાં આવ્યું છે.

રશિયાના વિદેશ મંત્રી લાવરોવે કહ્યું કે પરમાણુ યુદ્ધની શક્યતા રશિયા દ્વારા નહીં, પરંતુ નાટો અને યુક્રેન દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિટનની સંરક્ષણ એજન્સીએ મોટો દાવો કર્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના હજુ પણ યુક્રેનની રાજધાની કિવથી ૩૦ કિલોમીટર દૂર છે અને રશિયન સેના ૩ દિવસથી આગળ વધી નથી. કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનના વળતા હુમલાને કારણે રશિયન સેના અટકી ગઈ છે અને આગળ વધી શકતી નથી.

રશિયન સેનાએ યુક્રેન પર તોપમારો તેજ કર્યો છે. આ સાથે ખારકીવ અને ઓખ્તિરકા સહિત અનેક શહેરો પર મિસાઈલ છોડવામાં આવી છે. તે જ સમયે, યુક્રેનની રાજધાની કિવમાં સતત હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને ચીફ જસ્ટિસ એનવી રમનાએ આ મામલે એટર્ની જનરલને કોર્ટમાં બોલાવ્યા છે.

આ સાથે જ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે અરજીકર્તાને પૂછ્યું કે આ મામલે કોર્ટ શું કરી શકે? ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે અમને વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ છે અને અમને ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ શું અમે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવા માટે સૂચના આપી શકીએ? હવે આ મામલે કોર્ટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને સમન્સ પાઠવીને મદદ માંગી છે.

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમી ક્રિમીઆમાં રશિયન નેવી વધી રહી છે અને તેને બ્લેક સીમાં રશિયાની મોટી તૈયારી માનવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા સમુદ્ર દ્વારા મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.