Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી ૬૦ કરોડનું હેરોઇન ડ્રગ્સ જબ્બે

Youngster drugs addiction

પ્રતિકાત્મક

અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા કેન્યાથી અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલા બે મુસાફરોને માદક દ્રવ્યો સાથે પકડી પાડવામાં આવ્યા. ચોક્કસ હકીકત માહિતી આધારે DRIના અધિકારીઓએ SVIP અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્યાના એક પુરૂષ અને એક મહિલા મુસાફરોને અટકાવ્યા હતા.

જાેકે તેમના પાસે રહેલ સામાન તપાસતા બેગની બંને બાજુએ દાણા અને પાઉડર ફોમમાં ડ્રગ્સ સાથેના આઠ પ્લાસ્ટિક પેકિંગ છુપાવેલા હોવાની આશકા હતી. જેને પગલે FSL અધિકારીઓને DRIએ સાથે રાખી ફિલ્ડ ડ્રગ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને તપાસ કરતા આ ડ્રગ હેરોઇન હોવાનું ખુલ્યું. અને પ્લાસ્ટિકની થેલીઓમાંથી કુલ ૮.૫ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

બાદમાં બંને આરોપીઓની અટકાયત કરતા સામે આવ્યું કે પકડાયેલ બન્ને વ્યક્તિ મૂળ કેન્યાના નાગરિકો ડ્રગ હેરફેર કરવા માટે આવ્યા હતા. એટલું જ નહીં પકડાયેલ આરોપીઓ મુસાફરો બની હોસ્પિટલમા સારવાર કરાવવા આવ્યા હોવાના બનાવટી હોસ્પિટલના પત્રોના આધારે તબીબી મુલાકાતના બહાને ભારતની મુલાકાતે આવ્યા હતા.

મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની આ સૌથી મોટી જપ્તી DRI એ કરી છે જેમાં એક કેસમાં ૮.૫ કિલો હેરોઈન ઝડપાયું તાજેતરમાં DRIએ યુગાન્ડા સ્થિત સિન્ડિકેટની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.જેમાં યુગાન્ડાના નાગરિકો શરીરમાં ડ્રગ્સ છુપાવીને લાવતા હતા જેમાં ડ્રગ્સને નાના કેપ્સ્યુલ્સમાં પેક કરવામાં આવતું. છેલ્લા ૧૦ દિવસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અમદાવાદ દ્વારા નોંધાયેલો આ ત્રીજાે મોટો હેરોઇન જપ્તીનો કેસ છે, જેના કારણે ૧૦ કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો DRI એ જપ્ત કર્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.