Western Times News

Gujarati News

દાહોદ જિલ્લાના બે ગામોમાં ખેતરમાંથી અફીણનો જથ્થો જપ્ત

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લાના યુવાધનને માદક પદાર્થોના રવાડે ચડાવી બરબાદીની ગર્તામાં ધકેલવા માટે દાહોદ જિલ્લામા ગાંજા અફેર જેવા માદક પદાર્થોના વાવેતર અને વેચાણ માટેનું મોટું નેટવર્ક ચાલતું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.

જિલ્લામાંથી કરોડો ગાંજાે પકડાયા બાદ હવે વારો આવ્યો હોય તેમ તાજેતરમાં જ ભથવાડા ટોલનાકા આગળથી બાજરીના કટ્ટા તથા પથ્થરની ભૂકીની થેલીઓની બર્ડમેન લઇ જવાતું રૂપિયા ૫૧.૯૩ લાખની કિંમતના અફીણના જીંડવા સાથે ટ્રક દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડયા બાદ

ચારથી પાંચ દિવસના સમયગાળામાં જ દાહોદ એસ.ઓ.જી પોલીસે આજે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળીયા તથા ભી તોડી ગામેથી ખેતરમાં ઉગાડેલ રૂપિયા ૨.૭૪ લાખ ઉપરાંતની કિંમતના લીલા સૂકા અફીણ ના છોડ તથા અફીણના જીંડવા પકડી પાડી કબજે લઇ ચાર જેટલા ખેતર માલિકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મધ્યપ્રદેશના જાવરા થી રાજસ્થાનના ચાચોર ગામે ટ્રકમાં લઈ જવાતા રૂપિયા ૫.૧૬ લાખની કિંમતના અફીણના જીંડવા દાહોદ એલસીબી પોલીસે ભથવાડા ટોલનાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં પકડી પાડયા હતા તે ઘટનાની હજુ શાહી પણ સુકાય નથી

ત્યાં તો ઝાલોદ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક વિજય શ્રી ગુર્જર ને મળેલ બાતમીના આધારે વિજયસિંહ ગુર્જરે પોતાની સાથે દાહોદ એસઓજી પીઆઈ, એચ.પી.કરેણ પી એસ આઈ બીએ.પરમાર એસઓજી શાખાના પોલીસ કર્મીઓ તથા સુખસર પી એસ આઇ એન પી.સેલોત તથા

તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની જુદી જુદી ટીમો બનાવી ફતેપુરા તાલુકાના કાળીયા ગામના તળાવ ફળિયામાં રહેતા રમસુભાઈ રૂપાભાઈ મછાર દિનેશભાઈ નાથાભાઈ મછાર રાજુભાઈ સુરતાન ભાઈ મછાર તથા ભિતોડી ગામના ડામોર ફળિયામાં રહેતા સરદારભાઈ બીજીયાભાઈ નીનામા એમ ચારેય જણાના કબજા ભોગવટા માલિકીના ખેતરોમાં સાગમટે છાપા મારી

રમસુ ભાઈ રૂપાભાઈ મછારના ખેતરમાંથી રૂપિયા ૪૦,૪૪૦/- નિકુલ કિંમતના ૧૩ કિલો ૪૮૦ ગ્રામ કુલ વજનના લીલા સૂકા અફીણના છોડ તથા જીંડવા દિનેશભાઈ નાથાભાઈ મછારના ખેતરમાંથી રૂપિયા ૧,૪૬,૪૬૦/- ની કુલ કિંમતના ૪૮ કિલો ૮૨૦ ગ્રામ કુલ વજનના લીલા સૂકા અફીણના છોડ નંગ ૧૯૯૯ રાજુભાઈ સુરતાનભાઈ મછારના ખેતરમાંથી

રૂપિયા ૬૯,૬૯૦/- ની કુલ કિંમતના ૨૩ કિલો ૨૩૦ ગ્રામ કુલ વજનના લીલા સુકા અફીણના છોડ તથા જીંડવા અને સરદારભાઈ બીજીયાભાઈ નીનામા ના ખેતરમાંથી રૂપિયા ૧૮,૩૯૦/- ની કુલ કિંમતના છ કિલો ૧૩૦ ગ્રામ કુલ વજનના અફીણના લીલા સૂકા છોડ નંગ ૩૦૩ મળી કુલ ચાર ખેતરોમાંથી કુલ રૂપિયા૨,૭૪,૯૮૦/- ની કિંમતના ૯૧ કિલો ૬૬૦ ગ્રામ કુલ વજનના લીલા, સૂકા અફીણના છોડ તથા જીંડવા ઝડપી પાડી

કબજે લઇ કાલીયા ગામના તળાવ ફળિયામાં રહેતા રમશું ભાઈ રૂપાભાઈ મછાર દિનેશભાઈ નાથાભાઈ મછાર રાજુભાઈ સુરતાનભાઈ મછાર તથા ભીતોડી ગામના સરદારભાઈ બીજીયાભાઈ નિનામા વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી તે ચારે ને જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.