Western Times News

Gujarati News

નો ફ્લાય ઝોન પર યુક્રેનને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનથી નિરાશા મળી

કિવ, યુક્રેન પર રશિયન હુમલાનો આજે દસમો દિવસ છે. કિવને કબજે કરવા માટે રશિયન સેનાના હુમલા યુક્રેનના વિવિધ શહેરોમાં સતત ચાલુ છે. દરમિયાન, રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરવાનો ઇનકાર કરવા બદલ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) પર આકરા પ્રહારો કર્યા છે.

તેમનું કહેવું છે કે પશ્ચિમી સૈન્ય ગઠબંધને હવે આવું ન કરીને રશિયન હુમલાઓને લીલી ઝંડી આપી દીધી છે. શુક્રવારે એક વિડિયોમાં, ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે નાટોએ જાણી જાેઈને યુક્રેન ઉપર ફ્લાઈટ્‌સ બંધ કરવાનો ર્નિણય લીધો ન હતો, એ જાણીને કે રશિયા નવા હુમલા કરશે અને તેમાં લોકો મૃત્યુ પામશે.

નાટોએ યુક્રેનિયન શહેરો અને ગામડાઓ પર વધુ રશિયન બોમ્બ ધડાકા માટે લીલી ઝંડી આપી દીધી છે. અગાઉ શુક્રવારે, નાટોએ રશિયન બોમ્બ વિસ્ફોટોને રોકવા માટે નો-ફ્લાય ઝોન રજૂ કરવાની યુક્રેનની અરજીને નકારી કાઢી હતી.

જાે કે, પશ્ચિમી દેશોએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને પણ ચેતવણી આપી છે કે જાે તેઓ તેમનું યુદ્ધ બંધ નહીં કરે તો નવા પ્રતિબંધો લાદવામાં આવશે.

નાટોનાં વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું હતું કે લશ્કરી જાેડાણ યુક્રેનમાં ‘નો ફ્લાય ઝોન’ લાગુ કરશે નહીં, કારણ કે આવા પગલાથી યુરોપમાં પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે મોટા યુદ્ધની શરૂઆત થશે. જેમાં બીજા ઘણા દેશો સામેલ થશે અને ઘણી માનવીય દુર્ઘટના થશે. આક્રમકતાનો સામનો કરી રહેલું યુક્રેન આ સપ્તાહના અંતમાં રશિયા સાથે વાતચીત કરવાનું વિચારી રહ્યું છે.

દરમિયાન, શુક્રવારે, યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલએ રશિયાના હુમલા અને ઝાપોરિઝિયામાં યૂરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટને કબજે કર્યા પછી એક આપાતકાલિન બેઠક બોલાવી હતી. યુદ્ધના નવમાં દિવસે, રશિયાએ તેના પાડોશી દેશ સામે લશ્કરી અભિયાનને વધુ તીવ્ર બનાવવાનું નક્કી કર્યું અને યુક્રેનના શહેરોને ભારે બોમ્બમારોનો સામનો કરવો પડ્યો.

દરમિયાન, ય્૭ એ યુક્રેનમાં ઝડપી માનવતાવાદી કોરિડોર માટે હાકલ કરી હતી અને રશિયાને “ગંભીર પ્રતિબંધો” ની ચેતવણી પણ આપી હતી. યુએન અનુસાર, આક્રમણની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૩૧ નાગરિકો માર્યા ગયા છે.

જ્યારે, મોસ્કોએ બુધવારે માહિતી આપી હતી કે તેના ૧૯૮ સૈનિકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, યુએનએ એમ પણ કહ્યું કે ૧.૨ મિલિયનથી વધુ શરણાર્થીઓ યુક્રેન છોડીને પડોશી દેશોમાં શરણ લઈ ચૂક્યા છે. યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાં ભારતીય દૂતાવાસની એક ટીમે પોલેન્ડની સરહદોની મુલાકાત લીધી હતી. મળતી માહિતી મુજબ, ભારતીય દૂતાવાસના અધિકારીઓએ બુર્ડોમિઝ અને શેહની-મેડિકા સરહદોની મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.