Western Times News

Gujarati News

શિક્ષકોની બેદરકારી, પાંચ વર્ષની માસુમ બાળકી કલાકો સુધી રૂમમાં બંધ રહી

ફતેહપુર, યુપીના ફતેહપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી છે. શાળાની રજા પછી, રૂમો જાેયા વિના, દરવાજાે બંધ કરીને નીકળી ગયા. જેમાં ૫ વર્ષની માસૂમ બાળકી કલાકો સુધી અંદર બંધ રહી હતી.

જ્યારે બાળકી શાળાએથી ઘરે ન પહોંચી ત્યારે માતા શાળાએ પહોંચી હતી. જ્યાં બંધ રૂમમાં બાળકી રડતી હતી. માતાની સૂચના પર પહોંચેલી પોલીસે શાળાની ચાવી મેળવી રૂમનું તાળું ખોલ્યું અને બાળકીને બહાર કાઢી.

આ મામલો જિલ્લાના હાથગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મહરુપુર ગામની પ્રાથમિક શાળા અમિલિહાપુરનો છે. ૩ વાગ્યે શાળાની રજા બાદ ૫ વર્ષની બાળકી દીપાલી દેવી ક્લાસ રૂમમાં સૂઈ રહી હતી. શિક્ષક અને અન્ય સ્ટાફે રૂમ જાેયા વગર દરવાજાે બંધ કરી દીધો હતો.

જ્યારે બાળકી ઘરે ન પહોંચી ત્યારે માતાએ અન્ય બાળકો પાસેથી પુત્રી વિશે માહિતી લીધી અને શાળાએ પહોંચી. જ્યાં બંધ રૂમમાંથી બાળકીના રડવાનો અવાજ સાંભળીને ગામના લોકોને જાણ કરી હતી.

પિતા અવધેશે ૧૧૨ નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શાળાની ચાવી મેળવીને બાળકીને બહાર કાઢી હતી. છોકરી બહાર આવી અને તેની માતાને ગળે લગાવી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે શાળાના આચાર્ય આરતી ગૌતમ સમય પહેલા શાળા છોડી દે છે અને સ્ટાફ રજા બાદ બાળકો ઘરે જાય કે નહી તેની દરકાર કરતા નથી.

આ બેદરકારી બદલ પરિવારજનો આચાર્ય સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. આ મામલે સ્ટેશન ઈન્ચાર્જ અશ્વની કુમાર સિંહે કહ્યું કે જાે પરિવારના સભ્યો કોઈ ફરિયાદ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.