Western Times News

Gujarati News

રોમાનિયાથી ૨૨૯ ભારતીયોને લઈને દિલ્હી પહોંચી ઈન્ડિગોની વિશેષ ફ્લાઇટ

નવીદિલ્હી, રશિયા-યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો ૧૦મો દિવસ છે. યુક્રેનમાં રશિયન સેના દ્વારા ઘણા શહેરોમાં સતત બોમ્બ હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઓપરેશન હેઠળ અત્યાર સુધી કુલ ૧૧૦૦૦થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આ હેઠળ યુક્રેનથી ૨૨૯ ભારતીય નાગરિકોને લઈને ઈન્ડિગોની ફ્લાઇટ રોમાનિયાના સુસેવાથી દિલ્હી પહોંચી છે.

ઓપરેશન ગંગા હેઠળ ભારતીયોની વાપસીમાં સરકાર કોઈ કસર છોડી રહી નથી. આજે સવારે એર એશિયાના વિમાનથી ૧૭૯ લોકોને દેશ પરત લાવવામાં આવ્યા છે. આ બધાને યુક્રેનના સરહદી દેશોથી લાવવામાં આવ્યા છે. આ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન પહોંચ્યા હતા.

યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. યુદ્ધને કારણે સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તેવામાં કોલેજ ખુલવાનું નક્કી નથી.

ભારતમાં મેડિકલ સાથે જાેડાયેલી સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી તેમના હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી છે. પત્રમાં આઈએમએ તરફથી સૂચન કરવામાં આવ્યું કે અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે નિયમોમાં ઢીલ આપી પરત આવી રહેલાં મેડિકલ વિદ્યાર્થીઓનું એડમિશન ભારતની મેડિકલ કોલેજાેમાં કરાવવામાં આવે. તેમાં પ્રાથમિકતા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને આપી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.