Western Times News

Gujarati News

બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી, ભારતીય નૌસેનાએ બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે લક્ષ્ય પર હુમલો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે, આ BrahMos missileનું એક એડવાન્સ વર્ઝન છે. જેમાં કેટલાંય અપડેશન કરવામાં આવ્યા છે. અપડેશન બાદ તેની મારવાની ક્ષમતા ઘણી વધી ગઈ છે. ભારતનું આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત મિશનની સફળતા માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, બ્રહ્મોસ મિસાઈલનો સમુદ્રી વેરિએન્ટસ INS Visakhapatnam સાથે મળીને દુશમનોની ઊંઘ હરામ કરી દેશે. સમુદ્રમાંથી છોડવામાં આવનાર બ્રહ્મોસ મિસાઈલના ચાર વેરિઅન્ટ છે. પ્રથમ યુદ્ધ જહાજ પરથી વાર કરી શકાય તેવું એન્ટી-શિપ વેરિએન્ટ, બીજું યુધ્ધ જહાજ પરથી વાર કરી શકાય તેવું લેન્ડ એટેક વેરિએન્ટ. આ બંને વેરિએન્ટ ભારતીય નૌસેનામાં અગાઉથી જ ઓપરેશનલ છે. ત્રીજુ શબમરીન પરથી વાર કરી શકાય તેવું એન્ટી-શિપ વેરિએન્ટ અને ચોથું શબમરીનમાંથી વાર કરી શકાય તેવું લેન્ડ એટેક વેરિએન્ટ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.