Western Times News

Gujarati News

ઈલેક્શન ડ્યૂટી પર આવેલા સીઆરપીએફ જવાને પોતાને જ મારી ગોળી દીધી

નવીદિલ્હી, પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે ફરજ પર આવેલા સીઆરપીએફ જવાને પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તાત્કાલિક સીઆરપીએફ અને ચકિયા કોતવાલીની પોલીસે મૃતદેહનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

પોલીસની માહિતી અનુસાર જવાનના મોત બાદ તેની બટાલિયન અને પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ પણ નથી મળી. તમને જણાવી દઈએ કે, સીઆરપીએફની છ/૮ ઓરિસ્સા બટાલિયન કંપનીને ચકિયા કોતવાલી વિસ્તારના સિકંદરપુરની એક કોલેજમાં તૈનાત કરવામાં આવી છે.

કંપની પર વિધાનસભા ચૂંટણી કરાવવાની જવાબદારી છે. આ જ કંપની સાથે સીઆરપીએફમાં તૈનાત કેરળના કૂન્નૂર જિલ્લાના ૩૮ વર્ષીય વિપિન દાસ પણ આવ્યા હતા. મોડી રાત્રે જમ્યા બાદ તમામ સૈનિકો બેરેકમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક ફાયરિંગના અવાજથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તાત્કાલિક લોકો ટેરેસ પર પહોંચ્યા તો તેમણે જાેયું કે, વિપિન લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તેઓએ તાત્કાલિક તેની સૂચના ચંદોલી પોલીસને આપી હતી.

બીજી તરફ ચંદોલીના એડિશનલ એસપી ઓપરેશન સુખરામ ભારતીએ જણાવ્યું કે, આ પૂરા કેસની તપાસ સીઆરપીએફ અને ચંદોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સીઆરપીએફ જવાનના મોબાઈલની પણ શોધ કરવામાં આવી રહી છે જેથી કરીને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.