Western Times News

Gujarati News

ફોન ટેપિંગ મામલે, IPS રશ્મિ શુક્લા સામે ૨૫ માર્ચ સુધી ટળી કાર્યવાહી

મુંબઇ, રાજકીય નેતાઓના ફોન ટેપ કરવા બદલ આઇપીએસ અધિકારી રશ્મિ શુક્લા સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ફોન ટેપિંગ કેસની તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી સમિતિ દ્વારા સુપરત કરવામાં આવેલા રિપોર્ટમાં રશ્મિ શુક્લાને દોષી ઠેરવ્યા બાદ પુણેના બંડાગાર્ડન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

કેસ નોંધાતાની સાથે જ રશ્મિ શુક્લાએ મુંબઈ હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે રશ્મિ શુક્લાને રાહત આપી છે. હાઈકોર્ટે રશ્મિ શુક્લા સામે ૨૫ માર્ચ સુધી કડક કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો છે. કોંગ્રેસના નેતાઓ નાના પટોલે, સંજય કાકડે, આશિષ દેશમુખ અને બચ્ચુ કડુના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ મળ્યા બાદ રશ્મિ શુક્લા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે શુક્લાના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીની દલીલની નોંધ લીધી કે ગેરકાયદેસર ફોન ટેપિંગની કથિત ઘટના ત્રણ વર્ષ પહેલા બની હતી, પરંતુ પુણે પોલીસની એફઆઈઆર શુક્લા વિરુદ્ધ આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ જ નોંધવામાં આવી હતી.

જેઠમલાણીએ કહ્યું કે એક તરફ મહારાષ્ટ્ર પોલીસના કેટલાક અન્ય અધિકારીઓ અમુક ફોન નંબરોને દેખરેખ હેઠળ રાખવાની પરવાનગી મેળવવામાં સામેલ હતા, બીજી તરફ હ્લૈંઇ માત્ર શુક્લા વિરુદ્ધ જ નોંધવામાં આવી.

મહારાષ્ટ્ર સરકારના વકીલ વાય. પી. યાજ્ઞિકે શુક્લાની ધરપકડથી વચગાળાના રક્ષણની વિનંતીનો વિરોધ કર્યો હતો. તેમણે તેમની અરજી પર જવાબ દાખલ કરવા માટે થોડો સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે અરજીની નકલ તેમને ગુરુવારે જ આપવામાં આવી હતી.

યાજ્ઞિકે હાઈકોર્ટને વિનંતી કરી કે અરજી પર કોઈ વચગાળાનો આદેશ ન આપે. જાે કે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે પોલીસને શુક્લા સામે ૨૫ માર્ચ સુધી કોઈ દંડનીય કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો હતો.

શુક્લા માર્ચ ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી પુણેમાં પોલીસ કમિશનર તરીકે નિયુક્ત હતા. હાલમાં હૈદરાબાદમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સેન્ટ્રલ પ્રોબેશન પર પોસ્ટેડ છે.

તેઓ પુણે પોલીસ કમિશનર હતા ત્યારે ૨૦૧૫ અને ૨૦૧૯ વચ્ચે રાજકીય નેતાઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવા બદલ ભારતીય ટેલિગ્રાફ એક્ટની સંબંધિત કલમો હેઠળ તેમની સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. શુક્લાએ એફઆઈઆરને રદ કરવાની માંગણી કરતી તેમની અરજીમાં કહ્યું છે કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી છે અને તે રાજકીય વેરનો શિકાર બની છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.