Western Times News

Gujarati News

ચીને તેના સંરક્ષણ બજેટમાં ચાલુ વર્ષ માટે વધારો કર્યો

બેજિંગ, યુક્રેન પર રશિયાએ હુમલો કરી દેતા આખી દુનિયામાં આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. રશિયાની સામે પ્રતિબંધો પણ લગાવવામાં આવી રહ્યા છે છતાં રશિયા એકનું બે થવા તૈયાર નથી. હવે યુક્રેનમાં આવેલા સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર પણ કબજાે કરી લેવામાં આવ્યો છે.

આ તરફ ચીને પોતાના સંરક્ષણ બજેટ ૨૦૨૨ માટે ભારે વધારો કર્યો છે. આટલું જ નહીં ચીની અધિકારીઓએ જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષે સૈન્ય ટ્રેનિંગને વ્યાપક સ્તર પર વધારવાના છે. ચીન વર્ષ ૨૦૨૨ માટે પોતાનું સંરક્ષણ બજેટ ૭.૧ ટકા વધાર્યું છે. તેનાથી ચીનનું કુલ સંરક્ષણ બજેટ વધીને ૨૩૦ અબજ ડૉલર થઈ ગયું છે. એક્સપર્ટ્‌સના જણાવ્યા પ્રમાણે ચીન જેટલું સંરક્ષણ બજેટ જાહેર કરે છે તેના કરતા આ ઘણું વધારે છે.

આ વર્ષનું બજેટ ચીનની સંસદે નેશનલ પ્યુપીલ્સ કોંગ્રેસ સામે રજૂ કર્યું છે જે મંજૂરી આપશે. આ પહેલા પાછલા વર્ષે ચીનના સંરક્ષણ બજેટમાં ૬.૮ ટકાનો વધારો કર્યો હતો.

જેની સાથે તેનું સંરક્ષણ બજેટ ૨૦૦ અબજ ડૉલરને પાર થઈ ગયું હતું. ચીન કરતા ભારતનું સરક્ષણ બજેટ આ વર્ષે લગભગ ૭૦ અબજ ડૉલર છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં ૪.૪ ટકાનો વધારો થયો છે. ભારતીય સંરક્ષણ બજેટનો મોટો ભાગ હથિયારોની આયાત અને પેન્શન ખર્ચ પાછળ થાય છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે આ વર્ષે સંરક્ષણ બજેટમાં વૃદ્ધી ‘ચીન તરફથી સામાનો કરતા સંરક્ષણ ખતરાને દર્શાવે છે’. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું, “અમેરિકા પાછલા કેટલાક વર્ષોથી ચીન પર સૈન્ય દબાણ બનાવી રહ્યું છે.

અમેરિકાને ઉશ્કેરનારી કાર્યવાહી હેઠળ દર મહિને યુદ્ધ જહાજાેને તાઈવાન સ્ટ્રેટમાં મોકલે છે, જાસૂસી વિમાન પણ ઉડાવે છે અને ચીનની નજીક મુશ્કેલી ઉભી કરે છે.” ચીને કહ્યું કે અમેરિકા ક્વોડ સુરક્ષા ડાયલોગ કરી રહ્યું છે જેમાં જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે.

ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથે ઓક્સ સમજૂતી કરી છે. તેણે દાવો કર્યો છે કે આ બન્નેનું જાેડાણ ચીનને સૈન્ય રૂપથી ઘેરવા માટે કરાયું છે. અખબારે કહ્યું, “ભારતની સાથે લાગેલી સરહદો પર સ્થિતિ સ્થિર છે અને સંભાળવા યોગ્ય છે પરંતુ ઘણાં તબક્કામાં વાતચીત પછી પણ હજુ ગતિરોધને દૂર કરવાનો બાકી છે.” ચીને પોતાના બજેટમાં વધારે હિસ્સો નૌસેના પર પોક કર્યો છે અને આ વર્ષે ત્રીજુ એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવા જઈ રહ્યું છે.

ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ચીન આ વર્ષે બજેટમાં પોતાના સૌથી આધુનિક ત્ન-૨૦ સ્ટીલ્થ ફાઈટર જેટનું ઉત્પાદન વધારશે અને પરમાણુ હથિયારો દ્વારા તેને વધારે આધુનિક બનાવશે. અખબારના એક્સપર્ટ દ્વારા જણાવ્યું કે આ ચીનની સેનાને અમેરિકાની જેમ વર્ષ ૨૦૪૯ સુધીમાં ‘વિશ્વસ્તરીય સેના’ બનાવવાનો મોટા લક્ષ્યનો ભાગ છે.

વર્ષ ૨૦૪૯માં ચીનની આઝાદીના ૧૦૦ના વર્ષ પૂર્ણ થશે. માનવામાં આવી રહ્યું છે કે સંરક્ષણ બજેટમાં ભારે વધારો કરીને ચીન તાઈવાન સામેના દબાણને વધારે મજબૂત કરવા માગે છે. તાઈવાનને એ પણ ડર છે કે ચીન આવનારા સમયમાં તેના પર હુમલો કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.