Western Times News

Gujarati News

ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું, છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો

બીજીંગ, ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ એકવાર ફરીથી ઝડપથી ફેલાય રહ્યું છે. મહામારીની શરૂઆતમાં વુહાનના પ્રકોપ બાદ છેલ્લા ૨૪ કલાકમાં ત્યાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

નેશનલ હેલ્થ કમિશનના ડેટા પ્રમાણે રવિવારે ચીનમાં કોરોનાના સ્થાનિક રીતે ૨૧૪ સંક્રમિત કેસોની ઓળખ કરવામાં આવી હતી. ચીનમાં સ્થાનિક સ્તર પર નોંધાયેલા સંક્રમિત કેસો અને મેનલેન્ડની બહારથી આવતા કેસોની અલગ-અલગ ગણતરી કરવાની શરૂઆત માર્ચ ૨૦૨૦માં થઈ હતી. આ રીતે એક દિવસમાં સ્થાનિક રીતે નોંધાયેલા સંક્રમિતોની આ સૌથી મોટી સંખ્યા છે.

ચીનમાં તાજેતરમાં મળી આવેલા વાયરસના સ્થાનિક કેસો વૈશ્વિક ધોરણોથી ઘણા ઓછા છે. ચીની સરકાર હાલમાં ડાયનામિક ક્લિયરિંગ પોલિસી પર કામ કરી રહી છે. આ હેઠળ સ્થાનિક અધિકારીઓને દરેક સંક્રમિતો અને તેમના નજીકના સંપર્કો વિશે ઝડપથી માહિતી પ્રાપ્ત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેની સાથે જ આ લોકોની યાત્રા પર પણ પૂરી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રવિવારના ૨૧૪ સ્થાનિક કેસોમાંથી મોટાભાગના ગુઆંગડોંગ, જિલિન અને શેનડોંગ પ્રાંતમાંથી નોંધાયા હતા. છેલ્લા દિવસોમાં સ્થાનિક ટ્રાન્સમિટેડ એસિમ્પ્ટોમેટિક ૩૧૨ કેસ નોંધાયા હતા. માર્ચ ૨૦૨૦ પછીનો આ સૌથી મોટો આંકડો છે. જાેકે, ૨૪ કલાકમાં કોઈ નવું મૃત્યું નથી થયું જેના કારણે મૃત્યુઆંક ૪,૬૩૬ રહ્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૧૧,૧૯૫ કેસ નોંધાયા છે જેમાં લોકલ અને મેનલેન્ડની બહારથી આવનારા પણ સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.