Western Times News

Gujarati News

ધનસુરા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે દુષ્યંત પટેલની વરણી

(પ્રતિનિધિ)બાયડ, ધનસુરા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે દુષ્યંત પટેલની વરણી કરાઈ હતી.ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ની ઉપસ્થિતિ માં તેમની નિમણુક કરવામાં આવી હતી.
પ્રશાંત કોરાટ એ તેમને ખેસ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન હિરેન પટેલ, અરવલ્લી યુવા મોરચા ના પ્રમુખ અમિષ પટેલ,યુવા મોરચા ના પ્રભારી વિજેશભાઈ, મહામંત્રી અવધેશ પટેલ, સચિન બરંડા સૌ ના માર્ગદર્શન હેઠળ પ્રશાંત કોરાટ ની ઉપસ્થિતિ માં તેમને ખેસ પહેરાવવામાં  આવ્યો હતો. તેમને સહુ નો આભાર માન્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.