Western Times News

Gujarati News

નેત્રંગ સીએચસીમાં મહિલા દિવસે જીઆઈએલ કંપની દ્વારા વેક્યુમ ડિલિવરી સિસ્ટમ અપાઈ

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને સરેરાશ ૮૦ જેટલી ડિલિવરીના કેસ આવે છે : રોગી કલ્યાણ સમિતિની પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતીઃ બેઠકમાં છ જેટલા એજન્ડા મુજબના કામોને મંજૂરી અપાઈ હતી.
(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર આજુબાજુના ૭૮ જેટલા ગામના આશરે ૯૬ હજાર લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે.જેમાં સગર્ભા મહિલાઓને સારી આરોગ્ય સુવિધા મળી રહે અને ડિલિવરી નોર્મલ થઈ શકે તેના માટે ઘણા કિસ્સામાં બાળકને ખેંચવું પડતું હોય છે.આવી સુવિધા નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નહીં હોવાથી અંકલેશ્વર ગુજરાત ઈનસેકટીસાઈડ કંપનીએ સીએસઆર હેઠળ ૧.૨૫ લાખનું વેક્યુમ ડિલિવરી સિસ્ટમ આજના વિશ્વ મહિલા દિવસના દિવસે આપ્યું હતું.
નેત્રંગ સીએચસીની રોગી કલ્યાણ સમિતિની બેઠક ઝઘડિયા પ્રાંત અધિકારી દિપક બારીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં ઈમરજન્સી,ફાયરસેફ્ટી, આઈઈસી, લેબર રૂમ,ડેન્ટલ ઓપીડી અને એકસ-રે મશીન વગેરેમાં જરૂરી સામાન ખરીદી કરવા બાબતના એજન્ડા રજુ કરતા છ જેટલા મુદ્દા મંજૂર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ગુજરાત ઈન્સેકટીસાઈડ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા ૧.૨૫ લાખનું સગર્ભા ડિલિવરીમાં અતિ ઉપયોગી વેક્યુમ ડિલિવરી મશીન વિશ્વ મહિલા દિવસે બહેનો માટે સામુહિક આરોગ્ય કેન્દ્રને જી.આઈ.એલ કંપની વતી ઝઘડિયા પ્રાંત અધિકારી દિપક બારીયા નેત્રંગ સીએચસી આરકેએસ મેમ્બર અતુલ પટેલ અને મામલતદાર નેત્રંગ ગોપાલ હરદાસણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વેક્યુમ સિસ્ટમ ડિલિવરી વખતે સગર્ભા માતા જોરના કરી શકે અથવા બાળકનું માથું ફસાઈ જાય ત્યારે નોર્મલ ડિલિવરી કરવા અને સગર્ભા મહિલાને રિફંરના કરવી પડે તેના માટે ખાસ ઉપયોગી છે.નેત્રંગ સીએચસી ખાતે વેક્યુમ ડિલિવરી મશીન મળતા દર મહિને સરેરાશ ૮૦ જેટલી ડીલીવરી માંથી આશરે ૧૦ સગર્ભા માતાને આ સમસ્યા આવતી હોવાથી હવે ખાસ સુવિધા મળી રહેશે.આ તબક્કે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.વિજય બાવીસકર અને ટીએચઓ ડો.એ.એન.સિંઘે જી.આઈ.એલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.