Western Times News

Gujarati News

ભરૂચમાં આંગણવાડી બહેનોની મહિલા દિને લાલ દિવસ ઉજવણી

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

વેતન વધારા સહિત કામ ના વધતા ભારણના મુદ્દે આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની લાલ દિવસ તરીકે ઉજવણી કરી વેતન વધારવા સહિત ની માંગણીઓ કરી રાજ્ય સરકાર સામે  દેખાવો યોજ્યા હતા.
૮ મી માર્ચ આંતર રાષ્ટ્રિય મહિલા દિને ગુજરાત ની આંગણવાડી મહિલાઓની વેદનાઓને વાચા આપતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના બેનર હેઠળ ખૂબ મોટી સંખ્યા માં લાલ વસ્ત્રો પરિધાન કરી આંગણવાડી બહેનો કલેકટર કચેરી ખાતે ઉમટી પડી હતી.
ગુજરાત સરકારના બજેટમાં આંગણવાડી બહેનોની મજાક ઉદવાઈ હોવાના આક્ષેપ કરી ઉગ્રતા પૂર્વક જણાવ્યું હતું કે સરકાર મહિલા સશકિતકરણની જાહેરાતો કરે છે.પરંતુ સરકારી વિભાગમાં જ જીવનાં જોખમે સતત સેવા આપતી બહેનોની સતત અવગણના પ્રત્યે સખ્ત રોષ પ્રગટ કરીએ છીએ.અન્ય રાજ્યોમાં આંગણવાડી વર્કરો,આશાવર્કરો,ફેસીલીએટરોના પગારો– ભથ્થા ચૂકવાય છે.
નિવૃત્તિ વય મર્યાદા ૬૦ ઉપર છે.આવા અનેક પડતર પંશ્નો અનેક વખત રજુઆતો કર્યા છતાં  અવગણના જ કરી રહી છે.આંગણવાડી,આશા વર્કર,ફેસીલીએટર,મધ્યાન્હ ભોજન વર્કરોને કામના કલાકો કાગળ ઉપર અલગ છે અને પ્રેકટીકલ વધારે છે.વેતનની અસમાનતા છે ત્યારે વધતી જતી કામગીરી ના પ્રમાણ માં વેતન માં વધારો કરવાની  માંગ સાથે જિલ્લા કલેકટર ને  આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
મધ્યાન ભોજન માં બાળકો  માટે ની નાણાકીય ફાળવણી  માં ઘટાડો કરી ૪ રૂપિયા ના બદલે ૮૦ પૈસા કરી દેવામાં આવ્યા છે જેમાં ૧૦ પૈસા શાક ના છે.જે આજની મોંઘવારીના સમય માં મજાક સમાન છે.
જો સરકાર પાસે  રૂપિયા ના હોય તો આંગણવાડી બંધ કરી આંગણવાડી  બહેનોનું થતું શોષણ બંધ કરવા પણ વ્યંગ કરવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનોના લાલા વસ્ત્રો સાથે તેમના આક્રોશ થી સમગ્ર કલેકટર કચેરી સંકુલ પણ લાલ લાલ આક્રોશીત લાગી રહ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.