Western Times News

Gujarati News

તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સને ૨૭મી માર્ચથી ઊડાનની મંજૂરી

નવી દિલ્હી, ભારત સરકારે ૨૭ માર્ચથી દેશમાં આવતી અને જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સને ઉડાન ભરવાની મંજૂરી આપી છે.
સરકારે કહ્યું છે કે, આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિદેશી ફ્લાઇટ્‌સ માટે નિર્ધારિત માર્ગદર્શિકા હેઠળ જ ચાલશે.
આ સંદર્ભમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ૨૩ માર્ચ ૨૦૨૦ના રોજ તમામ શેડ્યુલ્ડ આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક ફ્લાઇટ્‌સનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું હતું. આ અંગેનો પરિપત્ર ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. ડીજીસીએએ કહ્યું છે કે, વિશ્વભરમાં કોવિડ-૧૯ સામે વધી રહેલા રસીકરણને ધ્યાનમાં રાખીને અને તમામ સંબંધિતો સાથે પરામર્શ કર્યા પછી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સનું સંચાલન સંપૂર્ણપણે ફરીથી શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ નિયમ ૨૭ માર્ચ ૨૦૨૨થી લાગુ થશે.

હાલમાં વિદેશી પેસેન્જર ફ્લાઈટ પરનો વર્તમાન પ્રતિબંધ ૨૬ માર્ચ રાતે ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. એર બબલ કરાર પણ આ જ સમયગાળા સુધી અમલમાં રહેશેલ્‌નોંધનીય છે કે, સરકારે પહેલેથી જ ભારતમાં આગમન પર વિદેશી પ્રવાસીઓને ફરજિયાતપણે ક્વોરેન્ટાઇન કરવાના નિયમને નાબૂદ કરી દીધો છે. જાેકે, વિદેશી પ્રવાસી માટે ફરજિયાત રસીકરણ પહેલાની જેમ જ જરૂરી રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.