Western Times News

Gujarati News

કેમ્પ હનુમાનમાં દર્શનનો સમય વધારવા માટે ભકતોનું અભિયાન

(એજન્સી)અમદાવાદ, શાહીબાગ આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારના કેમ્પ હનુમાન મંદીરમાં સમય વધારવા અને પ્રસાદ વિતરણ કરવા ભકતોએ અભિયાન હાથ ધર્યું છે. કેટલાક ભકતો આર્મી કેન્ટોમેન્ટ સહીત રાજયના ધામિર્ક અને પ્રવાસન વિભાગમાં રજુઆત કરી છે. મંદીરના ટ્રસ્ટીઓ કહયું કે, આગામી ટ્રસ્ટી મંડળના સભ્યોની મિટીગમાં સપતાહ પછી સમય વધારવો કે નહી તેનો નિર્ણય લેવાશે.

કોરોનાના નિયંત્રણો હળવા થવા છતાં કેમ્પ હનુમાન મંદીરમાં આંતરીક વિવાદના કારણે સમયમાં કોઈ વધારો કરાતો નહી હોવાનું મનાય છે. હાલમાં પણ પ્રત્યેક શનિવારે મંદીર નિયત સમય બંધ કરી દેવાય છે. કોરોના પૂર્વ મંદીરનો સમય સવાર ૬.૦૦ વાગ્યાથી રાતના ૧૦.૦૦ અને શનીવારે સવારે પ.૩૦ રાતના ૧૦.૩૦ વાગ્યા સુધીનો હતો. હાલ કોરોના પ૦થી ઓછા કેસ હોવા છતાં તમામ દિવસો માટે સવારે ૮.૦૦ થી સાંજના ૭.૩૦ વાગ્યા સુધી જ મંદીરનો સમય છે.

સમય અને પ્રસાદ માટે અભિયાન ચલાવી રહેલા કેટલાક ભકતોએ કહયું કે, કોરોના કેસ ઘટતા મંદીરોમાં ઉત્સવ શરૂ થઈ ગયા છે. માત્ર કેમ્પ હનુમાન મંદીરમાં જ સમય મર્યાદા વધારવામાં આવતી નથી. મંદીરના પુજારીઓ ટ્રસ્ટી સમક્ષ રજુઆત કરવાનું કહે છે અને ટ્રસ્ટીઓ આર્મી કેન્ટોમેન્ટ તરફથી સમય વધારવા અને પ્રસાદની છૂટ નહીં અપાતી હોવાનું રટણ કરે છે.
ટ્રસ્ટની બેઠકમાં સમય વધારવા નિર્ણય લેવાશે.

આગામી ટ્રસ્ટની બેઠકમાં સમય વધારવાનો નિર્ણય કરાશે. એક સપ્તાહમાં સમય વધારવાનો નિર્ણય લેવાઈ જશે. સમય મર્યાદા કેટલી વધારાશે ? તે નકકી નથી. આર્મી કેન્ટોનમેન્ટ તરફથી પ્રસાદ વિતરણની મંજૂરી મળતી નથી. પરંતુ ૧પમી એપ્રિલે હનુમાન જયંતિ પર્વની ઉજવણીમાં પ્રસાદનું વિતરણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.