Western Times News

Gujarati News

આમોદ તાલુકાના સીમરથા અને કુરચણ ગામની વચ્ચે દારૂ ભરેલી કારને અકસ્માત

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના કુરચણ તેમજ સીમરથા ગામની વચ્ચે વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી.જેથી કારની ડિક્કીમાં રાખેલી વિદેશી દારની બોટલો રોડ ઉપર પડી હતી અને અજાણ્યો કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના સીમરથા તેમજ કુરચણ ગામની વચ્ચે વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી.ગાડીની ડીકીમાં વ્હીસ્કીની ૧૨૧ નંગ બોટલ જેની કિંમત રૂપિયા ૧૨૧૦૦ જે સ્વીફ્ટ ડિઝાયર કારમાં ભરીને કાર ચાલક વેંચાણ કરવાના ઈરાદે જતો હતો. કાર ચાલક બે લાખની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો તેમજ રોડ ઉપર વિદેશી દારૂની બોટલો વેરણ છેરણ પડી હતી.પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.