Western Times News

Gujarati News

વૈશ્વિક કક્ષાએ ઘઉંની અછત સર્જાવાનો ભય

ભારત માટે ઘઉંના નિકાસની ઉત્તમ તક: રશિયા, અમેરિકા, કેનેડા, ફ્રાંસ, યુક્રેનનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ૦ થી ૬૦ ટકા બજાર પર કબજાે

(પ્રતિનિધિ) નવી દિલ્હી, રશિયા- યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભિષણ યુધ્ધને કારણે આગામી દિવસોમાં વિશ્વભરમાં તેની અસર વર્તાય તેમ છે. પેટ્રોલીયમ પેદાશોના આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલદીઠ ભાવ વધવાને કારણે વિશ્વના અર્થતંત્ર પર આગામી એકાદ મહિના પછી અસર વર્તાવાની શરૂઆત થાય તેમ માનવામાં આવી રહયુ છે.

ખાસ કરીને “ઘઉં”ને લઈને શોર્ટેજ સર્જાય તેમ હોવાથી ભારત માટે વિશ્વના દેશોને ઘઉંની નિકાસ કરવાની ઉજળી તકો રહેલી છે કેટલીક ન્યુઝ સંસ્થાઓના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં ઘઉંની નિકાસ કરનારા દેશોમાં રશિયા, અમેરિકા, કેનેડા, ફ્રાંસ અને યુક્રેનનો સમાવેશ થાય છે આ પાંચ દેશો વિશ્વના લગભગ પ૦ થી ૬૦ ટકા બજાર પર કબજાે ધરાવે છે.

રશિયાના ઘઉં મિસ્ત્ર, તુર્કી, બાંગ્લાદેશ સુધી જાય છે જયારે યુક્રેનના ઘઉં મિસ્ત્ર, ઈડોનેશિયા, ફીલીપાઈન્સ, તુર્કી, ટયુનીશિયામાં નિકાસ થાય છે હાલમાં રશિયા, યુક્રેન વચ્ચે અત્યારે ભિષણ યુધ્ધ ચાલી રહયુ છે જેને પરિણામે જે દેશોમાં તે ઘઉં નિકાસ કરતુ હતુ તે અટકી પડયુ છે.

યુધ્ધ ક્યારે અટકશે તે નકકી નથી. યુક્રેન તો લગભગ ખંડેર જેવુ થઈ ગયું છે યુધ્ધ અટકે તો પણ તેને બેઠા થતા વર્ષો જશે જયારે રશિયાને આર્થિક ફટકો જબરજસ્ત પડશે. આવા સંજાેગોમાં વિશ્વના દેશોને ઘઉં આયાત કરવા ૩૦ થી ૪૦ ટકા મોંઘા પડી શકે તેમ છે. મધ્ય-પૂર્વ ઉત્તર આફ્રિકાના દેશોમાં તો ઘઉંનું સંકટ શરૂ થઈ ગયુ હોવાનું કહેવાય છે.

આવા સંજાેગોમાં ભારત માટે ઘઉંની નિકાસ કરવા માટે ઉત્તમ તક છે. ભારતમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થતુ હોવાથી અને નિકાસમાં ભારતને ભાવ વધારે મળે તો તેનો લાભ ખેડૂતો- વહેપારીઓને થાય તેમ છે તેથી આ તકને ઝડપી લેવી જાેઈએ તેમ તજજ્ઞોનું માનવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.