Western Times News

Gujarati News

કોર્પોરેશનની તિજાેરીમાં પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ.૨૩૭ કરોડ ઠલવાયા

૧ એપ્રિલ-૨૦૨૦થી ૮ માર્ચ-૨૦૨૧ના સમયગાળામાં થયેલી પ્રોપર્ટી ટેક્સની આવક કરતા આશરે દસ ટકાની વૃદ્ધિ થઇ

અમદાવાદ, મ્યુનિ કોર્પોરેશન દ્વારા ઓક્ટ્રોય બાદ આવકનું એકમાત્ર સાધન પ્રોપર્ટી ટેક્સ છે. સત્તાવાળાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા સીલિંગ ઝુંબેશ, ટેક્સ રિબેરટ યોજના જેવા પ્રયાસો કરાઇ રહ્યા છે.

હાલમાં પણ તા.૩૧ માર્ચ સુધી રિબેટ યોજના અમલમાં છે. દરમિયાન મ્યુનિ. તિજાેરીને શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ.૨૩૭ કરોડની આવક થઇ છે.

ગત તા.૧ એપ્રિલ ૨૦૨૧થી ૮ માર્ચ-૨૦૨૨ સુધીમાં તંત્રને પ્રોપર્ટી ટેક્સ આવક પેટે કુલ રૂ.૯૯૨.૪૨ કરોડ મળ્યા છે, જેમાં પશ્ચિમ ઝોન બાદ આવકની દૃષ્ટિએ ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૭૧.૦૫ કરોડ મળ્યા છે. મધ્ય ઝોનમાંથી રૂ.૧૪૦.૨૭ કરોડ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૨૬.૭૪ કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂા.૧૨૫.૧૨ કરોડ, દક્ષિણ ઝોનમાંથી રૂા.૧૦૪.૮૦ કરોડ અને ઉત્તર ઝોનમાંથી સૌથી ઓછી રૂા.૮૭.૧૯ કરોડની આવક થઇ છે.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મહિનાદીઠ પ્રોપર્ટી ટેક્સની આવક તપાસતાં એપ્રિલ-૨૦૨૧માં રૂા.૨૦૩.૯૧ કરોડ, મે-૨૦૨૧માં રૂા.૮૫.૫૪ કરોડ, જૂન-૨૦૨૧માં રૂા.૧૨૨.૫૬ કરોડ, જુલાઇ-૨૦૨૧માં રૂા.૭૧.૮૫ કરોડ, ઓગસ્ટ-૨૦૨૧માં રૂા.૧૦.૭૩ કરોડ, સપ્ટેમ્બર-૨૦૨૧માં રૂા.૨૮.૩૧ કરોડ,

ઓક્ટોબર-૨૦૨૧માં રૂા.૬૮.૩૦ કરોડ, નવેમ્બર-૨૦૨૧માં રૂા.૭૩.૭૫ કરોડ, ડિસેમ્બર-૨૦૨૧માં રૂા.૮૭.૫૦ કરોડ, જાન્યુઆરી-૨૦૨૨માં રૂા.૮૯.૪૬ કરોડ, ફેબ્રુઆરી-૨૦૨૨માં રૂા.૧૨૧.૩૮ કરોડ અને ચાલુ માર્ચ મહિનાના આઠ દિવસમાં રૂા.૨૮.૯૩ કરોડની આવક થઇ છે.

ગત તા.૧ એપ્રિલ-૨૦૨૦થી ૮ માર્ચ-૨૦૨૧ સુધીમાં તંત્રની તિજાેરીમાં રૂા.૯૦૪.૨૨ કરોડ ઠલવાયા હતા, જ્યારે આટલા સમયગાળામાં ચાલુ નાણાકીય વર્ષમાં તંત્રને રૂા.૯૯૨.૪૨ કરોડની પ્રોપર્ટી ટેક્સની આવક થઇ છે. એટલે કે આવકમાં રૂા.૮૮.૨૧ કરોડની વૃદ્ધિ થઇ છે, જે આવકમાં ૯.૭૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

દરમિયાન, તંત્ર દ્વારા આગામી તા.૩૧ માર્ચ-૨૦૨૨ સુધીની રિબેટ યોજના હેઠળ ચાલી-ઝૂંપડાવાસીઓને રહેણાકની મિલકતમાં ૧૦૦ ટકા રિબેટ મળશે, જ્યારે તે સિવાયની રહેણાક મિલકતોમાં વ્યાજની રકમના ૭૦ ટકા રિબેટ કરશે. બિનરહેણાકની મિલકતોમાં પણ વ્યાજબી રકમમાં ૫૦ ટકા રાહત મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.