Western Times News

Latest News from Gujarat India

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જેવી ફિલ્મો બનતી રહેવી જાેઈએ: વડાપ્રધાન

નવી દિલ્હી, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં એક રસપ્રદ વાત જાેવા મળી. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં થઈ રહેલી બેઠકમાં પાર્ટીનાનેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરતા જીત માટે અભિનંદન પાઠવ્યા.

પીએમ મોદીના સ્વાગત દરમિયાન જ્યારે તેમને મોટો હાર પહેરાવવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને આગળ કરી દીધા. નડ્ડા તો થોડી પળો માટે જાણે સ્તબ્ધ થઈ ગયા. જાે કે ત્યારબાદ થોડીવારમાં બંને નેતાઓ એક સાથે માળાની ફ્રેમમાં જાેવા મળ્યા. બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.

ભાજપની સંસદીય દળની બેઠકમાં સૂત્રોના હવાલે એ પણ જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બનતી રહેવી જાેઈએ. આવી ફિલ્મોથી સત્ય સામે આવે છે. એક લાંબા સમય સુધી જે સત્યને છૂપાવવાની કોશિશ કરાઈ તેને સામે લાવવામાં આવી રહ્યું છે. આ કારણએ જે લોકો સત્ય છૂપાવવાની કોશિશ કરતા હતા તેઓ આજે તેનો વિરોધ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં કહ્યું કે વંશવાદ લોકતંત્ર માટે જાેખમ છે આપણે તેના વિરુદ્ધ લડવું પડશે. તેમણે એ પણ કહ્યું કે પરિવારવાદ વિરુદ્ધ જાે અમે બીજી પાર્ટીઓ સામે જંગ કરી રહ્યા છીએ તો તેના પર આપણે આપણી પાર્ટીમાં પણ વિચાર કરવો જાેઈએ.

સાંસદોના પુત્રોને ટિકિટ ન મળી તો તેના માટે હું જવાબદાર છું. જાે તે પાપ છે તો મે તે કર્યું છે. હું તમારો આભારી છું કે આમ છતાં તમે અમારી સાથે છો.

ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં પીએમ મોદીએ જામનગરના રાજાનો પણ ઉલ્લેખ કર્યો. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવની ચર્ચા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે દ્વિતિય વિશ્વયુદ્ધ સમયે જામનગરના રાજાએ પોલેન્ડના લોકોને શરણ આપી હતી અને એનું જ પરિણામ છે કે પોલેન્ડે યુક્રેનથી આવેલા આપણા વિદ્યાર્થીઓની મદદ કરી.

ભાજપની સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચતા જ ચાર રાજ્યોમાં મળેલી જીત અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના નેતૃત્વમાં સાંસદોએ તાળી વગાડીને તેમનું સ્વાગત કર્યું.

ત્યારબાદ સંસદીય દળની બેઠકમાં ભારત રત્ન લતા મંગેશકર, કર્ણાટકના બજરંગ દળના કાર્યકર હર્ષા, યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું. અત્રે જણાવવાનું કે બજરંગ દળના કાર્યકર હર્ષાની કર્ણાટક હિજાબ વિવાદ દરમિયાન હત્યા કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત મળી છે. યુપીમાં ઈતિહાસ રચતા ભાજપે એકવાર ફરીથી બાજી મારી છે. તમામ માન્યતાઓને ધ્વસ્ત કરતા યોગી આદિત્યનાથ એકવાર ફરીથી સરકાર બનાવશે.

યુપીમાં ભાજપ ગઠબંધનને ૨૭૩ બેઠકો મળી છે. જ્યારે સપા ગઠબંધનને ૧૨૫ બેઠકો મળી છે. કોંગ્રેસને ૨ જ્યારે બસપાને તો સમ ખાવા પૂરતી એક જ બેઠક મળી. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપને ૪૭ બેઠકો મળી છે. કોંગ્રેસે ૧૯ સીટો સાથે સંતોષ માનવો પડ્યો.

લોકસભામાં ભાજપના ૩૦૧ સાંસદ છે. જ્યારે રાજ્યસભામાં ૯૭ સાંસદ છે. બેઠકમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે. ૧૦ રાજ્યો યુપી, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં થયેલી વિધાનસભા ચૂંટણીના તાજેતરમાં પરિણામ જાહેર થયા. પંજાબને બાદ કરતા ભાજપે તમામ રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers