Western Times News

Latest News from Gujarat India

સોશિયલ મીડિયા કંપનીઓ પર રોકની સોનિયાની માગ

નવી દિલ્હી,  કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકસભામાં સરકારને ભારતમાં ચૂંટણી રાજકારણ પર ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ પર રોક લગાવવાની માગણી કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આ કંપનીઓને દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ કરવાથી આપણે રોકવાની જરૂર છે.

સોનિયા ગાંધીએ આ વિદેશી કંપનીઓને લોકતંત્ર માટે ખતરો ગણાવતા કહ્યું કે, સરકારે આના પર પૂર્ણવિરામ મૂકવો જાેઈએ. તેઓએ લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહોનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે સત્તા પક્ષની મિલીભગતથી સોશિયલ મીડિયા કંપનીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, સોશિયલ મીડિયાનો દુરુપયોગ લોકતંત્રને હેક કરવામાં આવી રહ્યો છે. તેઓએ દાવો કર્યો કે, સત્તા પક્ષની મિલીભગતથી ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા મંચો દ્વારા સામાજીક સદ્ભાવને જે રીતે ખરાબ કરવામાં આવી રહ્યો છે તે આપણા લોકતંત્ર માટે ખતરો છે. મોટો ઔદ્યોગિક સમૂહો અને સરકાર વચ્ચે મિલીભગ છે.

આ વાત વારંવાર લોકોના ધ્યાનમાં આવી છે કે વૈશ્વિક સોશિયલ મીડિઆ કંપનીઓ તમામ રાજકીય દળોની સરખામણીએ સમાન તક આપી રહી છે. છેલ્લાં વર્ષે વોલ સ્ટ્રીટ જનરલે સમાચાર પ્રકાશિત કર્યા હતા કે કેવી રીતે નફરતભર્યા ભાષણથી ફેસબુકના પોતાના નિયમોનું હનન સત્તારૂઢ પાર્ટીના નેતાઓના પક્ષમાં કરવામાં આવી રહ્યું છે.

સોનિયા ગોંધીએ એવું પણ કહ્યું કે, સરકારનો આગ્રહ છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના ચૂંટણી રાજકારણ પર સત્તા પ્રતિષ્ઠાનની સાથે મળીને ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા સુનિયોજિત પ્રભાવ પાડવામાં આવી રહ્યો છે. એના પર વિરામ લગાવવો જાેઈએ.

દેશના લોકતંત્ર અને સામાજીક સદ્ભાવને બચાવીને રાખવાની જરૂર છે. સોનિયા ગાંધીએ આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહ અલ જજીરાના એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુક પર પ્રતિનિધિ જાહેરાતકર્તાઓનું એક ઝેરી નેટવર્ક વિકસી રહ્યું છે અને આપણા દેશના ચૂંટણી કાયદાઓને તોડવામાં આવી રહ્યા છે. ફેસબુકના પોતાના નિયમો તોડવામાં આવી રહ્યા છે અને જેઓ સરકાર વિરૂદ્ધ બોલે છે તેઓને સંપૂર્ણપણે દબાવવામાં આવી રહ્યા છે.

સોનિયા ગાંધીએ દાવો કર્યો કે, યુવાઓ અને વૃદ્ધોના મનમાં નફરતને ઉત્તેજિત કરવામાં આવે છે. ફેસબુક જેવી કંપનીઓ આવી બાબતથી વાકેફ છે અને તેમાંથી નફો કમાઈ રહી છે.

હું સરકારને આગ્રહ કરુ છું કે દુનિયાના સૌથી મોટી લોકશાહીની ચૂંટણીની રાજનિતીમાં ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓના સુયોજિત પ્રભાવ અને દખલગીરીનો અંત લાવવામાં આવે. આપણે આપણી લોકશાહી અને સામાજિક સમરસતાને સુરક્ષિત રાખવાની જરૂર છે, ભલેને પછી કોઈ પણ સત્તામાં હોય.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers