Western Times News

Latest News from Gujarat India

રણવીરે પત્ની દીપિકાની કૂકિંગ સ્કિલના કર્યા વખાણ

મુંબઇ, બોલિવુડ એક્ટર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીના બહુચર્ચિત કપલ્સમાંથી એક છે. આ પાવર કપલ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ થકી ફેન્સને મનોરંજન પૂરુ પાડતા રહે છે. આ સિવાય તેઓ ક્યારેય પણ કપલ્સ ગોલ્સ આપવામાં નિષ્ફળ રહ્યા નથી. દીપિકા પાદુકોણ માટે તેનો પતિ રણવીર સિંહ સૌથી મોટો ચીયરલીડર છે.

ફિલ્મની વાત હોય કે પછી કોઈ અન્ય મુદ્દો, તે હંમેશાથી તેને સપોર્ટ કરતો આવ્યો છે. એક્ટરે હાલમાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેન્સ સાથે ‘આસ્ક મી એનીથિંગ’ સેશન યોજ્યું હતું.

આ દરમિયાન તેણે પત્ની દીપિકા પાદુકોણની કૂકિંગ સ્કિલના વખાણ કર્યા હતા. આ સિવાય તેણે તેની ફેવરિટ ડિશ વિશે પણ જણાવ્યું હતું. એક ફેને રણવીર સિંહને સવાલ કર્યો હતો કે, ‘શું તમને દીપિકાએ બનાવેલી રસોઈ પસંદ છે? જેના જવાબમાં એક્ટરે તેની કૂકિંગ સ્કિલના વખાણ કરતા લખ્યું હતું ખૂબ જ પસંગ છે. તે અદ્દભુત કૂક છે. મારી મલ્ટિ ટેલેન્ટેડ બેબી.

પરંતુ આ બધામાં કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી દીપિકાની પ્રતિક્રિયા. તેણે પોસ્ટને રિશેર કરીને લખ્યું હતું ‘શું તું ‘બ્રાઉની પોઈન્ટ્‌સ (સારું કામ કરવા બદલ થતી પ્રશંસા) મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે?.

આ સિવાય એક ફેને રણવીર સિંહને શું તે દીપિકા પાદુકોણને મિસ કરી રહ્યો છે? તેવો સવાલ કર્યો હતો જેના જવાબમાં એક્ટરે લખ્યું હતું ખૂબ જ!’ તો દીપિકાએ પણ આ સ્ટોરીની રિશેર કરીને લખ્યું હતું હું પણ. એક ફેને તેને ફેવરિટ ડિશ વિશે પણ પૂછ્યું હતું. તેણે સવાલ કર્યો હતો કે ‘ચિપ્સ કે ઢોકળા?’ તો રણવીર સિંહે જવાબમાં લખ્યું હતું ‘ઢોકળા’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ હાલ સ્પેનમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ કરી રહી છે. તે છેલ્લે રણવીર સિંહ સાથે ફિલ્મ ‘૮૩’ અને બાદમાં શકુન બત્રાની ફિલ્મ ‘ગહેરાઈયાં’માં જાેવા મળી હતી. એક્ટ્રેસ પાસે આ સિવાય હ્રિતિક રોશન સાથેની ફિલ્મ ‘ફાઈટર’ છે.

તેમજ તે અમિતાભ બચ્ચન સ્ટારર ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકનો પણ ભાગ છે. રણવીર સિંહના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે કરણ જાેહરના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રોકી ઔર રાનીની કી પ્રેમ કહાની’માં વ્યસ્ત છે, તેની ઓપોઝિટમાં આલિયા ભટ્ટ છે. આ સિવાય તે ફરીથી રોહિત શેટ્ટી સાથે ફિલ્મ ‘સર્કસ’માં જાેવા મળશે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers