Western Times News

Gujarati News

મમ્મી-બહેન સાથે આલિયા ભટ્ટે માલદીવ્સમાં ઉજવ્યો બર્થ ડે

મુંબઇ, ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા માણી રહેલી આલિયા ભટ્ટનો ૧૫ માર્ચે ૨૯મો બર્થ ડે હતો. બર્થ ડેની ઉજવણી કરવા આલિયા પહેલા જ મમ્મી અને બહેન સાથે માલદીવ્સ પહોંચી ગઈ હતી. બર્થ ડેના એક દિવસ બાદ આલિયાએ વિડીયો શેર કરીને માલદીવ્સમાં ઉજવેલા ૨૯મા બર્થ ડેની ઝલક બતાવી હતી.

વિડીયોમાં આલિયા ભટ્ટની સાથે તેની મમ્મી સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ જાેવા મળી રહી છે. વિડીયોમાં આલિયા ભટ્ટ પર બીચ પર સમય પસાર કરતી, બોટ રાઈડની મજા માણતી, પોપ્યુલર ઈંગ્લિશ સીરીઝ ‘ફ્રેન્ડ્‌સ’ જાેતી, સ્પગેટી ખાતી, મમ્મી અને બહેનનો વહાલ મેળવતી તેમજ સ્વિમિંગ પુલમાં બ્રેકફાસ્ટ કરતી જાેવા મળે છે. સ્વિમિંગ પુલની આગળ આલિયા માટે ‘હેપી બર્થ ડે’ લખવામાં આવ્યું છે.

એટલું જ નહીં બીચ પર આલિયા ભટ્ટ માટે આગથી ‘હેપી બર્થ ડે’ના લેટર્સ લખવામાં આવ્યા છે. વિડીયોમાં આલિયા ભટ્ટને વીસી પૂરી થઈ ગયા હોવાનું દુઃખ પણ છે. આલિયાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, ‘આ ૨૯ વર્ષ છે. તમારા સૌના પ્રેમ માટે આભાર.

આલિયા ભટ્ટના બર્થ ડે પર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માંથી તેનો ફર્સ્‌ટ લૂક શેર કરવામાં આવ્યો હતો. આલિયાએ ફિલ્મમાંથી પોતાનો ફર્સ્‌ટ લૂક બતાવતો વિડીયો શેર કરતાં લખ્યું, “હેપી બર્થ ડે ટુ મી. તમને સૌને ઈશાનો પરિચય કરાવવાનો આનાથી વધુ સારો દિવસ કયો હોઈ શકે. મારા વન્ડર બોય આયાન. આઈ લવ યુ. થેન્ક્યૂ. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે.

આ પહેલી ફિલ્મ છે જેમાં આલિયા અને રણબીર એકસાથે રૂપેરી પડદે દેખાશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય, ડિમ્પલ કપાડિયા પણ મહત્વના રોલમાં છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા પાસે અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ‘બ્રહ્માસ્ત્ર’ ઉપરાંત ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’, ‘જી લે ઝરા, ડાર્લિંગ્સ, ઇઇઇ જેવી ફિલ્મો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.