Western Times News

Gujarati News

કોવિડ રસી શોધવામાં યોગદાન આપનાર વૈજ્ઞાનિક મહિલાનું સન્માન

વૈજ્ઞાનિક ડો.નીતા પટેલનું સરદાર પટેલ યુનિર્વસિટીમાં સન્માન કરાયું

આણંદ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીમાં કોવિડ રસી શોધવામાં યોગદાન કરનારા વૈજ્ઞાનીક ડો.નીતા પટેલ સરદાર પટેલ યુનિર્વસિટીના આંગણે આવ્યાં હતા. Dr. Nita Patel one of the lead vaccine scientists at Novavax- a biotech company in the final trials of its COVID-19 vaccine.

ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા અનુદાનીત સરદાર પટેલ યુનિર્વસિટી દ્વારા સંચાલિત આણંદ જીલ્લાના સી.સી. પટેલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર યુનિ.ના અનુસ્નાતક બાયોસાયન્સ ડીપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિર્વસિટીના ભૂતપૂર્વ વિધાર્થીનીઅ ડો.નીતા પટેલ

જેઓ અમેરીકાની નોવાવેકસની રસી શોધન ટીમનું સંચાલન કરી રહેલ છે. તેવા આણંદ જીલ્લાનાં દીકરી અતિથી વિશેષ તરીકે પધાર્યા હતા. યુનિર્વસિટીના રજીસ્ટ્રાર ડો.જયોતિ તિવારી દ્વારા શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું.

તેમણે તેઓ અને ડો.નીતાબેન વી.પી. કોલેજમાં એક જ બેચમાં ભણતાં તે યાદ કરી રજીસ્ટ્રાર તરીકે ઓળખાણ કરાવી આવકાર આપ્યો હતો. ડો.નીતા પટેલે પોતાના વકતવ્યમાં આજે જે કાંઈ કરી શકયા તેમાં માતૃ સંસ્થાનો મોટો ફાળો છે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.