Western Times News

Gujarati News

મહિલા સરપંચને જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામે મહિલા સરપંચને ઝઘડીયા મામલતદારની હાજરીમાં ગામના ત્રણ જેટલા ઈસમોએ મહિલા સરપંચ તથા તેમના પતિને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાય છે.

ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામે અંજનાબેન હસમુખભાઈ વસાવા સરપંચ તરીકે સેવા બજાવે છે.ગતરોજ ઝઘડીયા મામલતદાર ઈન્દોર ગ્રામ પંચાયતની મુલાકાતે ગયા હતા ત્યારે પંચાયતના તલાટી કમ મંત્રીએ અંજનાબેન પર ફોન કર્યો હતો કે ગ્રામ પંચાયત ઓફિસ ખાતે મામલતદાર આવ્યા છે તો તમે ત્યાં જાવ,

જેથી સરપંચ અંજનાબેન તથા તેમના પતિ હસમુખભાઈ વસાવા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગયા હતા.મામલતદારે ગ્રામ પંચાયતના પટાવાળાને ફૈઝ મહંમદ મશીદ ખોખર,ઈસાક હબિબ ખોખર,મુસ્તાક રફીક ખોખર તથા અલ્તાફ હઝરત ચૌહાણના ને બોલાવવા માટે મોકલ્યા હતા.

જેથી ઉપરોક્ત ચાર ઈસમો ગ્રામ પંચાયત કચેરી ખાતે આવ્યા હતા.ત્યારે ફૈઝ મહંમદ નામના ઈસમ મહિલા સરપંચ તથા તેના પતિ ને માં બેન સમાણી ગાળો આપી જાતિ વિષયક બોલી કહેતો હતો કે ગામના સરપંચ ના પાંચ વર્ષ સુધી કેવા પંચાયતમાં કામ કરો છો તેમ કહી સરપંચને તથા તેમની પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

યાસિન ખોખર માં બેન સમાણી ગાળો આપી જાતિ વિષયક બોલી કહેતો હતો કે સરપંચ માં પાંચ વર્ષ પુરા કરવા નહીં દઇએ પંચાયત માં કેવાં કામ કરો છો તેમ? કહી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.ઈશાક ખોખર પણ સરપંચ પતિને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જણાવતો હતો કે અમે ઈન્દોર ગામ ના દાદા છીએ અને અમે જ દાદા રહેવાના છે.

મહિલા સરપંચના પતિ હસમુખભાઈ ને જણાવતો હતો કે સીધો સીધો રહેજે નહીં તો તારી બધી હોશિયારી કાઢી નાખીશું તેમ કહી ઝઘડો કર્યો હતો.ઘટના બાબતે ઈન્દોર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અંજનાબેન હસમુખભાઈ વસાવાએ (૧) ફૈઝ મહંમદ ખોખર, (૨) યાસીન હબીબ ખોખર બંને રહે. ઈન્દોર તા. ઝઘડિયા (૩) ઈશાક હબીબ ખોખર રહે. ઉમલ્લા તા. ઝઘડિયા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.