Western Times News

Gujarati News

સાસરીયાઓએ તરછોડી દેતાં એક પુત્રીની માતાએ તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવી

વસ્ત્રાપુર પોલીસે  કાર્યવાહી શરૂ કરી

અમદાવાદ : પ્રેમલગ્ન કર્યા બાદ સાસરીયાઓએ અપનાવવાની ના પાડતાં મહિલા અને તેનો પતિ અલગ રહેતાં હતા. તે દરમિયાન પુત્રી જન્મ થયા બાદ પતિનાં અન્ય †ી સાથેનાં સંબંધો બહાર આવતાં બંને વચ્ચે ઝઘડા વધુ વકર્યા હતા. તેમ છતાં મહિલાએ પોતાનાં પરીવાર સાથે યુવકને સમાધાન માટે બોલાવતાં પતિ સહિત સાસરીયાઓએ તેને અપનાવવાનો ઈન્કાર કરતાં મહિલાએ પોલીસનો સહારો લીધો છે.

વર્ષ ૨૦૧૧માં દેવાંગ રાવલ નામનાં યુવાન સાથે સુરત ખાતે પ્રેમલગ્ન કર્યા બાદ ટીનાબેન નામની મહિલા રાજકોટ ખાતે સાસરે રહેવા આવી હતી. જાકે પ્રેમલગ્ન કરીને આવેલી પુત્રવધુ સાસુ સસરા કે નણંદને ગમતી ન હોઈ તેમની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. જેનાં પગલે દેવાંગભાઈ તથા ટીનાબેન અલગ અલગ જગ્યાએ રહેવા જતાં રહ્યાં હતા. અમદાવાદ ખાતે રહેતાં ટીનાબેનને મળવાં પતિ દેવાંગભાઈ ક્યારેક આવતાં હતા. દરમિયાન ટીનાબેને પુત્રીને જન્મ આપ્યો હતો. પોતે પતિ કે અન્ય પરીવારજનો જાવા પણ આવ્યા ન હતા.

એ સમયે દેવાંગભાઈને અન્ય  સાથે સંબંધો હોવાની જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેમ છતાં પોતાનો સંસાર બચાવવા ટીનાબેને સમાધાનનો પ્રયત્ન કરતાં પતિ સાસુ-સસરા તથા નણંદે તેમને અપનાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જેનાં કારણે છેવટે ટીનાબેને વ†ાપુર પોલીસ સ્ટેશનમાં તમામ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.