Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ચાની કીટલી ચલાવતા શ્રમજીવીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગાંધીનગરના ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી રોડ પર ચાની કીટલી ચલાવતા શ્રમજીવીની રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં તીસ્ક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા ઝીકી હત્યા કરી દેવાઈ છે પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગરના રાયસણ માં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) રોડ પર આવેલી ચાની કીટલી કમો વણઝારા નામની મહિલા ચલાવે છે જેની સાથે મૂળ છોટાઉદેપુરના ચીછોડ ગામે રહેતા 41 વર્ષીય સુખરામ રાઠવા રહેતો હતો બંને જણા ચાની કીટલી ચલાવી ગુજરાન ચલાવતા હતા તેમજ સુખરામ નજીકની કન્ટ્રકશન સાઈટ પર મજૂરી કામે પણ જતો હતો રાત્રિના સમયે સુખરામ અને કમુ નજીકમાં ખાટલા પર સુઇ રહ્યા હતા.

દરમિયાન કોઇ અજાણી વ્યક્તિએ સુખરામનાં માથામાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દેવામાં આવી હતી આ બનાવની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક એમ કે રાણા, લોકલ ક્રાઈમ બ્રાંચ પી.આઈ એચ કે સિંધવ અને ઇન્ફોસિટી પી.આઈ ડિમરી સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે આસપાસના વિસ્તારમાં મજૂરોની પુછતાંછ કરતાં કમુ વણઝારા નામની મહિલા સાથે મૃતક રહેતો હોવાની વિગતો મળી હતી.

આ ઘટના બાદથી કમુ વણઝારા નાસી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું હાલમાં પોલીસ દ્વારા બે શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે બીજી બાજુ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને કમુ વણઝારા ની શોધખોળ હાથ ધરી છે.આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી હતી તેમજ પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.