Western Times News

Gujarati News

દિવાળી બાદ સુભાષબ્રિજ ૧પ દિવસ બંધ કરાશે

બ્રિજ પર એક્ષપાન્શન જાઈન્ટસના કામ કરવામાં આવશે : શહેરના ર૦ કરતા વધુ જંકશનો પર ટ્રાફિક ભારણ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો જૂના રીવર અને રેલ્વેબ્રિજના રીપેરીંગ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ, દર રવિવારે સુભાષબ્રિજનું કામ થઈ રહ્યુ છે. દિવાળી બાદ સુભાષબ્રિજને ૧પ દિવસ માટે બંધ કરવામાં આવશે. ત્યારબાદ નહેરૂબ્રિજ તથા અન્ય બ્રીજના કામ શરૂ કરવામાં આવશે.

મ્યુનિસિપલ બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા દર રવિવારે સુભાષબ્રિજ રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બ્રિજના પિલ્લર તથા બેરીંગના મહ¥વપૂર્ણ કામ થઈ રહ્યા છે. બેરીંગનું કામ પૂર્ણ થયા બાદ બ્રિજ પરના એક્ષપાન્સન જાઈન્ટસ રીપેરીંગ કામ કરવામાં આવશે. જેના માટે દિવાળી બાદ ૧પ દિવસ નાગરીકો માટે બ્રિજ બંધ કરવામાં આવશે.

એક્ષપાન્સનના કામ થયા બાદ બ્રિજ પર વાહન પછડાવવાની જે ફરીયાદો છે તે બંધ થશે. સુભાષબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ નહેરૂબ્રિજ પર કામ શરૂ કરવામાં આવશે. નહેરૂબ્રિજ પર બેરીંગ અને એક્ષપાન્સનનું કામ થશે. સુભાષબ્રિજ તથા નહેરૂબ્રિજ પર બેટીંગના કામ થયા બાદ તેની મજબુતાઈમાં વધારો થશે. સુભાષબ્રિજ રીપેરીંગ માટે રૂ.ર.રપ કરોડનો ખર્ચ થાય એવો અંદાજ છે.

શહેરના રીવર અને રેલ્વે બ્રિજ, ફલાયઓવર તથા અંડરપાસમાં નાના મોટા રીપેરીંગના કામ વર્ષભર ચાલે છે. ફૂટપાથ કે રેલીંગની મરામત, એકપાન્શન જાઈન્ટ, પેચવર્ક, રેઈન વાટર, સ્પાઉન્ટની સફાઈ, સ્ટ્રકચરલ સ્ટીલના હાઈટ બેટીચર્સ ઇન્સ્ટોલ કરવા જેવી કામગીરી તાકીદે કરવી જરૂરી છે. ટેન્ડર પ્રક્રિયા કરવામાં લગભગ બે મહિના જેટલો સમય થાય છે. તેથી મ્યુનિસિપલ કમિશ્નરની સુચના બાદ બ્રિજ રીપેરીંગ માટે વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ બ્રિજ પ્રોજેક્ટ વિભાગે કુલ પ૯ બ્રિજની અંડરપાસના નાના-મોટા કામ માટે રૂ.૬૬ લાખનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં તમામ રીવરબ્રિજ, રેલ્વે બ્રિજ, ફલાયઓવર તથા અંડરપાસનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ નવા પાંચ ફલાય ઓવરના કામો ચાલી રહ્યા છે. જેમાં અંજલી સર્કલ, વિરાટનગર, અજીત મીલ તથા નરોડા રેલ્વે બ્રિજ મુખ્ય છે. શહેરમાં વધુ નવા ફલાયઓવર બ્રિજ કે અડરપાસ બનાવવા માટે મનપાએ સર્વે કામગીરી શરૂ કરાવી છે.ે શહેરના ર૦ કરતા વધુ જંકશનો પર ટ્રાફિક ભારણ તથા વાહન અવરજવરની દિશાને ધ્યાનમાં લઈને સર્વે થઈ રહ્યો છે.

સર્વે રીપાર્ટના આધારે નવા ફલાયઓવર કે અંડરપાસ બનાવવા માટે નિર્ણય કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા મણીનગર રેલ્વે ક્રોસિંગ અને ઘોડાસર જંકશન પર ફલાયઓવર બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેના ફિઝીબિલીટી રીપોર્ટના આધારે કામ શરૂ કરવામાં આવશે તેમ આંતરીક સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.