Western Times News

Gujarati News

બારકોડને એરપોર્ટ પર સ્કેન કરી મુસાફરો ચેક-ઈન કરી શકશે

નવી દિલ્હી, હવાઈ મુસાફરી કરનારા લોકો માટે વિમાન મથક ખાતે ચેક-ઈનની સુવિધા હવે ખૂબ જ સરળ બનવા જઈ રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે, મુસાફરોના આધાર કાર્ડ-એમ્બેડ બાયોમેટ્રિક્સને સિંક કરવામાં આવશે.

આ કારણે તેઓ ટિકિટ પર રહેલા બારકોડને એરપોર્ટ પર સ્કેન કરીને સરળતાથી ચેકઈન કરી શકશે. હાલ આ સુવિધા દેશના પસંદીદા ૭ વિમાન મથકો પર શરૂ થશે અને બાદમાં તમામ એરપોર્ટ પર તેને લાગુ કરવામાં આવશે. સિંધિયાએ અનુદાનની માગણી પર વિવાદનો જવાબ આપતા કહ્યું કે, પુણે, કોલકાતા, વિજયવાડા, વારાણસી, દિલ્હી, બેંગલુરૂ અને હૈદરાબાદ ખાતેના વિમાન મથકોને આધાર કાર્ડ-એમ્બેડ બાયોમેટ્રિક્સ સિન્કિંગ માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

આ નવી સિસ્ટમ એરપોર્ટ્‌સ પરના વેઈટિંગ ટાઈમને ૩૦-૪૦ ટકા જેટલો ઘટાડી દેશે. હાલ વિમાન મથકો પર ચેક-ઈન માટે મુસાફરોની લાંબી લાઈનો લાગે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.