Western Times News

Gujarati News

હાઈબ્રિડ વાયરન્ટથી કોરોનાની ચોથી લહેરનો તોળાતો ખતરો

નવી દિલ્હી, કોરોના વાયરસના હાઈબ્રિડ વેરિયન્ટ કે બે અલગ-અલગ વાયરસના એક વેરિયન્ટને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એલર્ટ થઈ ગયું છે. તેના પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આવું એક વાર કે લગભગ જ થતું હોય છે.

જાેકે, હવે કહેવામાં આવી રહ્યું છે કે બે કે બેથી વધારે વેરિયન્ટવાળો વાયરસ બની શકે છે. આ રીતે નવા વેરિયન્ટથી લોકો પણ સંક્રમિત થઈ શકે છે, જે પહેલા સંક્રમિત થઈ ગયા છે અથવા જેમણે રસીના ડોઝ લઈ લીધા છે. વિદેશના કેટલાક દેશોમાં વધતા કેસના લીધે ભારતમાં પણ સતર્ક રહેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સૂચના આપવામાં આવી છે. આ સાથે જાે કોઈ એક ક્ષેત્રમાં વધતા કેસ દેખાય તો તેને ડામવા માટે તાત્કાલિક પગલા ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વેરિયન્ટ પર બારીકાઈથી નજર રાખવી જરુરી છે, જેથી સમય રહેતા તેનાથી બચવાના ઉપાય કરી શકાય. આ રીતે વેરિયન્ટમાં ખતરનાક મનાતા ડેલ્ટા અને ઓમિક્રોન બન્નેના લક્ષણો હોય છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ઈઝરાઈલ જેવા દેશોમાં પહેલા જ દર્દીઓમાં આ પ્રકારના વેરિયન્ટના કેસ આવી ચૂક્યા છે. જાેકે, ભારતમાં હજુ પણ આ પ્રકારના કોઈ ખાસ કેસ સામે આવ્યા નથી.

ઈન્સ્ટિટ્યુટ ઓફ લીવર એન્ડ બિલીરી સાયન્સ (આઈએલબીએસ)ના વાઈસ ચાન્સિલર ડૉ. એસ કે સરીનનું કહેવું છે કે દેશમાં કોરોનાના દર્દીઓ માટે નવા નમૂનાની જીનોમનું સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે અમારી વાયરોલોજી લેબમાં જીનોમ સિક્વન્સિંગના હાલના પરિણામોમાં માલુમ પડ્યું છે કે હજુ સંક્રમણ ફેલાવાતા ૯૮% વેરિયન્ટ BA.૨ છે. બાકી BA.૧ છે. આ બન્ને ઓમિક્રોન વેરિયન્ટ છે. ડૉ. સરીને કોઈ પણ પ્રકારની બેદરકારીને લઈને ચેતવણી આપીને કહ્યું છે કે નવા વેરિયન્ટની સમય પર ઓળખ કરવા માટે નજર રાખવી જરુરી છે, કારણ કે કોરોના મહારમારીના લીધે ચોથી લહેર આવી શકે છે.

દુનિયામાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો નોંધાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉછાળાનું કારણ ઓમિક્રોનના સબ વેરિયન્ટ મ્છ.૨ છે. ભારતમાં પ્રમુખ વાયરોલોજીસ્ટમાં પ્રખ્યાત ડૉ. ગગનદીપ કંગનું કહેવું છે કે ત્રીજી લહેર દરમિયાન ભારતમાં મ્છ.૨ના લીધે જ વધારે સંક્રમણ ફેલાયું હતું. તેમણે જણાવ્યું કે “તેની સંભાવના ઓછી છે કે લોકો વાયરસના એક જ વેરિયન્ટથી ફરી સંક્રમિત થાય. માટે આપણે નવા વેરિયન્ટથી વધારે સતર્ક રહેવાની જરુર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.