Western Times News

Gujarati News

બ્રિટનના મંત્રીના પત્નીની રશિયામાં ભારતીય કંપનીમાં ભાગીદારી

લંડન, રશિયામાં ભારતીય સોફ્ટવેર સેવા કંપની ઈન્ફોસિસની હાજરીને લઈને બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનકને પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. આ ભારતીય કંપનીમાં સુનકની પત્ની અક્ષતા મૂર્તિની ભાગીદારી છે. રશિયા પર કડક પ્રતિબંધોને લઈને ભારતીય મૂળના નાણામંત્રીને પ્રશ્ન પૂછાયો કે શુ તેમની સલાહને તેમના ઘરમાં જ માનવામાં આવી નથી. સુનક ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે.

એવા સમાચાર છે કે આપના પરિવારના રશિયા સાથે સંબંધ છે. આપની પત્નીની ભારતીય સલાહકાર કંપની ઈન્ફોસિસમાં ભાગીદારી છે. તેઓ મોસ્કોમાં ઓપરેશનલ કરી રહ્યા છે. તેમનુ ત્યાં કાર્યાલય અને ડિલિવરી ઓફિસ છે. તેમના મોસ્કોના અલ્ફા બેન્ક સાથે સંબંધ છે. આપ જે બીજાને સલાહ આપી રહ્યા છો, તેનુ પાલન આપ પોતાના ઘરમાં જ કરી રહ્યા નથી. આની પર સુનકે જવાબ આપ્યો, તેઓ એક પસંદ કરાયેલા રાજનીતિજ્ઞ છે. તેઓ તે વાતો પર ઈન્ટરવ્યુ આપી રહ્યા છે જેના માટે તેઓ જવાબદાર છે. મારી પત્ની નહીં.

એ પૂછવા પર કે શુ તેમના પરિવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના શાસનથી સંભવિત રીતે લાભાન્વિત થઈ રહ્યા છે. તેમણે કહ્યુ, મને નથી લાગતુ કે આવુ હોય. અને જેવુ કે મે કહ્યુ કે તમામ કંપનીઓનુ સંચાલન તેમની પર ર્નિભર છે.

સુનકે આગળ કહ્યુ કે અમે મહત્વપૂર્ણ પ્રતિબંધ લગાવ્યા છે અને જે કંપનીઓ માટે અમે જવાબદાર છીએ તેનુ પાલન કરી રહ્યા છીએ. જેવુ કે તેમણે કરવુ જાેઈએ, પુતિનની આક્રમકતાને એક ઘણો જ કડક સંદેશ આપવો જાેઈએ. એક સમાન મજબૂત સંદેશ. મને બિલકુલ જાણ નથી કે કેમ કે મારુ તે કંપની સાથે કોઈ લેવાદેવા નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.