Western Times News

Gujarati News

અઠવાડિયામાં પેટ્રોલ ૩.૨૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

નવી દિલ્હી, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાનને સ્પર્શી રહી છે. ભારતીય ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારી છે. પાંચ દિવસમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

એક દિવસની રાહત બાદ શુક્રવારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ૮૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૫ પૈસાનો વધારો કર્યો છે. આજથી જ નવા ભાવ લાગું થઈ ગયા છે. હવે દિલ્હીમાં પેટ્રોલ ૯૭.૮૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૮૯.૦૭ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

જ્યારે, અમદાવાદમાં પેટ્રોલ ૯૭.૫૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૧.૬૧ રૂપિયા પ્રતિ લિટર થયું છે. આ રીતે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩.૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં સીએનજીની કિંમત ૫૦ પૈસા પ્રતિ કિલો અને પીએનજીની કિંમતમાં પ્રતિ કિલોએ ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

તો મંગળવારે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. ભાવ વધારા બાદ બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢમાં ૧૪.૨ કિલો સબસિડીવીનાનો સિલિન્ડર ૧ હજાર રૂપિયાની ઉપર પહોંચી ગયો હતો.

વાત કરીએ ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતની તો અમદાવાદમાં પેટ્રોલ ૯૮.૨૭ રૂપિયા અને ડીઝલ ૯૨.૪૧ રૂપિયા પ્રતિ લીટર, સુરત પેટ્રોલ ૯૮.૧૨ રૂપિયા અને ડીઝલ ૯૨.૩૦ રૂપિયા પ્રતિ લીટર, વડોદરા પેટ્રોલ ૯૭.૮૨ રૂપિયા અને ડીઝલ ૯૧.૯૭ રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ પેટ્રોલ ૯૭.૯૮ રૂપિયા અને ડીઝલ ૯૨.૧૬ રૂપિયા પ્રતિ લીટર છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.