Western Times News

Gujarati News

નવો વેરિયન્ટ આવવાથી આગામી લહેરની સંભાવના વધી ગઈ છે

નવીદિલ્હી, દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરના કેસ ઓછા થઈ રહ્યા હતા કે કોવિડ-૧૯ ના નવા કેસ ફરી વધવા લાગ્યા છે. જેમ-જેમ કોરોનાના પ્રતિબંધ હટી રહ્યા હતા, માનવામાં આવી રહ્યું હતું કે, કોરોના મહામારી દૂર થઈ ગઈ છે.

પરંતુ તાજેતરમાં મળેલી જાણકારી અનુસાર કોરોનાનો વધુ એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે, જે ચોથી લહેરનું કારણ બની શકે છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ વિશે કહ્યું કે ઓમિક્રોન અને ડેલ્ટા બંને ઝડપથી ફેલાવવાના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે.

કોવિડ-૧૯ ના આ નવા વેરિયન્ટનું નામ ડેલ્ટાક્રોન છે, જે ઓમિક્રોન અને ડેલ્ટાના જાેડવાવાથી તૈયાર થયો છે. રિપોર્ટ અનુસાર આ વેરિયન્ટની ઓળખ ભારતમાં થઈ ચૂકી છે અને ૭ રાજ્યોમાંથી મળી આવતા દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

આ રાજ્યોમાં કર્નાટકા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી સામેલ છે. એવામાં આ નવો વેરિયન્ટ ડેલ્ટાક્રોન કેટલો ખતરનાખ છે અને તેના લક્ષણ શું છે, આ વિશે જાણવું ખુબ જ જરૂરી થઈ જાય છે.

ડેલ્ટાક્રોન રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ છે, જે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટના જાેડાવવા પર બન્યો છે. ડેલ્ટાક્રોનની ઓળખ ફેબ્રુઆરી ૨૦૨૨ માં થઈ હતી. ખરેખરમાં, પેરિસના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ જાેયો હતો, જે આગામી વેરિયન્ટ્‌સથી એકદમ અલગ હતો.

ડેલ્ટાક્રોનના સેમ્પલ ઉત્તર ફ્રાન્સના એક વૃદ્ધ વ્યક્તિમાંથી આવ્યા હતા. સેમ્પલની તપાસ કરવા પર વેરિયન્ટ ઘણો અલગ લાગી રહ્યો હતો. આ વેરિયન્ટની તપાસમાં સામે આવ્યું કે, તેના મોટાભાગના જેનેટિક્સ ડેલ્ટા વેરિયન્ટ જેવા હતા, જે ગત વર્ષના અંત સુધી દુનિયામાં ડોમેનેન્ટ વેરિયન્ટ હતો. પરંતુ આ વેરિયન્ટનો તે ભાગ જે વાયરસને સ્પાઈક પ્રોટીનને એન્કોડ કરે છે અને જેનો ઉપયોગ તે કોશિકાઓની અંદર જવા માટે કરે છે, તે ઓમિક્રોનથી આવ્યા છે.

નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન અને ડેલ્ટાના રિકોમ્બિનેશનથી બનેલા આ વાયરસના લક્ષણ એવા જ છે, જે ગત મહામારીમાં હતા. પરંતુ વૈજ્ઞાનિક હજુ પણ તેના પર નજર રાખી રહ્યા છે અને તેના અન્ય લક્ષણો વિશે જાણકારી મેળવી રહ્યા છે.

ડેલ્ટાને કોરોનાનો અત્યાર સુધીનો સૌથી ઘાતક રૂમ માનવામાં આવે છે અને ડેલ્ટાક્રોન, ડેલ્ટા અને ઓમિક્રોનના એક થવાથી બન્યો છે. જાે કોઈ તેનાથી સંક્રમિત થયા છે તો સંક્રમિત વ્યક્તિ કેટલાક હળવા અને કેટલા ગંભીર લક્ષણો અનુભવી શકે છે.

માથાનો દુખાવો, તાવ, પરસેવો આવવો, ઠંડી લાગવી, ગળામાં દુખાવો, થાક, એનર્જીની અછત, શરીમાં દુખાવો, ઓમિક્રોનના મ્છ.૨ વેરિયન્ટના લક્ષણ છે. ઓમિક્રોન મ્છ.૨ ના અન્ય લક્ષણ તાવ, ખાંસી, ગળામાં દુખોવ, માથાનો દુખાવો, થાક અને હાર્ટ રેટ વધવાના છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.