Western Times News

Gujarati News

પાકિસ્તાનઃ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનને મોટો ઝટકો, 50 મંત્રી લાપતા

imrankhan-to-be-arrested-anytime

File

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનની પાર્ટીના 50 મંત્રી લાપતા થઈ ગયા છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાનની ખુરશી જવાની છે.

ઈમરાન ખાનની સરકારના 25 સંઘીય, 19 સહાયક અને 4 રાજ્ય મંત્રી લાપતા છે. સંકટના સમયમાં ઈમરાન ખાનના મંત્રી મેદાન છોડીને ભાગી ગયા છે. ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી રાજીનામુ આપવુ પડશે હવે આ લગભગ નક્કી હશે.

સંકટમાં કેટલાક નજીકના લોકોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો સાથ છોડી દીધો છે. 28 માર્ચે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થશે. 31 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.

ઈમરાન ખાન સરકાર વિરૂદ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ શુક્રવારે પાકિસ્તાની સંસદમાં રજૂ કરી શક્યા નહીં. હવે આ પ્રસ્તાવ સોમવારે રજૂ કરવામાં આવશે. આ દરમિયાન ઈમરાન સરકારે સંકેત આપ્યા છે કે જો તેને સત્તા પરથી હટાવવાની સ્થિતિ આવી તો તે સમય પહેલા સામાન્ય ચૂંટણી કરાવી શકે છે. એટલે કે વિપક્ષને માત આપવા માટે ઈમરાન ખાન ચૂંટણીનો દાવ રમી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.