Western Times News

Gujarati News

અશુદ્ધ પીવાના પાણીને કારણે વિશ્વમાં દરરોજ ૫૦ હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે

Files Photo

નવીદિલ્હી, વિશ્વભરમાં શુદ્ધ પાણીની અછત આફત અને યુદ્ધ કરતાં વધુ ભયાનક છે. તેની અછતને કારણે તમામ દેશો જળ સંકટનો સામનો કરી રહ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર, દરરોજ ૫૦ હજાર લોકો અશુદ્ધ પીવાના પાણીને કારણે વિશ્વભરમાં મૃત્યુ પામે છે. જાે કે ભારતમાં પીવાના શુદ્ધ પાણી માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત નળથી પાણી જેવી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

કુદરતી આફતો આવે છે, પરંતુ થોડા સમય માટે તેની અસર બતાવે છે, ત્યારબાદ તે શાંત થઈ જાય છે. યુદ્ધ પણ થોડો સમય ચાલે છે. તેનાથી પણ વધુ નુકસાન થાય છે.

પરંતુ, સમયની સાથે બધું સામાન્ય થઈ જાય છે. પરંતુ આના કરતાં જે સમસ્યા વધુ સર્જાય છે તે અસુરક્ષિત અને અશુદ્ધ પીવાના પાણીની છે. આખી દુનિયા આની સાથે સંઘર્ષ કરી રહી છે. તમે ભાગ્યે જ વિચાર્યું હશે કે અશુદ્ધ પીવાના પાણીને કારણે વિશ્વમાં દરરોજ ૫૦ હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અને ડબ્લ્યુએચઓના કેટલાક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર અને ડબ્લ્યુએચઆની સંયુક્ત ટીમ દ્વારા દેખરેખમાં જાણવા મળ્યું છે કે આફ્રિકામાં રહેતા લોકો હાલમાં અસુરક્ષિત પાણીનો વપરાશ કરી રહ્યા છે. જ્યારે દક્ષિણ અને મધ્ય અમેરિકામાં, હૈતી સિવાયના તમામ દેશોમાં ત્રણ ચતુર્થાંશ વસ્તીમાં રહેતા લોકો માટે ૩૦ મિનિટ દૂર સુરક્ષિત પાણી છે. છઁછઝ્ર પ્રદેશ લગભગ ત્રણ ચતુર્થાંશ વસ્તીને આ મૂળભૂત સેવાઓ પણ પ્રદાન કરે છે.

ધ વર્લ્‌ડ કાઉન્ટ મુજબ, વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધીમાં અસુરક્ષિત પાણી પીવાના કારણે સમગ્ર વિશ્વમાં ૮૧૯,૨૬૬ લોકોના મોત થયા છે, જેમાંથી આ મહિનામાં માત્ર ૨૪૧,૩૯૭ અને આ અઠવાડિયે માત્ર ૪૫,૫૦૯ લોકોના મોત અસુરક્ષિત પાણીના કારણે થયા છે. આંકડા મુજબ, અસુરક્ષિત પાણીના વપરાશને કારણે એક મિનિટમાં બે લોકોના મોત થઈ રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.